Election/ જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો, પૂર્વ ભાજપ શહેર મંત્રી જોડાયા કોંગ્રેસમાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે ગુરુવારનાં રોજ  ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

Gujarat Others
PICTURE 4 50 જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો, પૂર્વ ભાજપ શહેર મંત્રી જોડાયા કોંગ્રેસમાં
  • જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો
  • પૂર્વ ભાજપ શહેર મંત્રી કોંગ્રેસમાં જોડાયા
  • હંસાબેન ત્રિવેદીએ પહેર્યો કોંગ્રેસનો ખેસ
  • પૂર્વ ડે.મેયરના પુત્ર પણ જોડાયા કોંગ્રેસમાં
  • શહેર કોંગ્રેસ પ્રમુખે બંનેને ખેસ પહેરાવી આવકાર્યા
  • અસંતોષ અને અન્યાય ને લીધે કોંગ્રેસમાં જોડાયા:હંસાબેન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે ગુરુવારનાં રોજ  ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમા ઘણા લોકોને ટિકિટ ન અપાતા નારાજગીનાં સૂર જોવા મળી રહ્યાં છે. ત્યારે જામનગર ભાજપમાં રાજીનામાં બાદ પક્ષપલ્ટો જોવા  મળી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, જામનગરમાં પૂર્વ ભાજપ શહેર મંત્રી હંસાબેન ત્રિવેદી કોંગ્રેસમાં જોડાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. હંસાબેન ત્રિવેદીએ ભાજપથી નારાજ થયા બાદ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયરનાં પુત્ર પણ કોંગ્રેસમાં જોડાયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે બન્ને ખેસ પહેરાવી આવકાર્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, અસંતોષ અને અન્યાયનાં કારણે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાની ચર્ચા તેજ બની છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો