Election/ અમદાવાદ મનપાના ઉમેદવાર મુદ્દે BJPમાં ઉગ્રવિરોધ, સાબરમતીના મહિલા કાર્યકર્તાઓનો બળવો

અમદાવાદમાં મનપા ઉમેદવાર મુદ્દે ભાજપમાં વિરોધ જોવા મળ્યો હતો.ખાનપુર કાર્યાલય પર કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.આ ઉપરાંત
સાબરમતી વૉર્ડની મહિલા કાર્યકર્તાઓ  કાર્યાલય પહોંચ્યા હતા

Top Stories Gujarat
1

અમદાવાદમાં મનપા ઉમેદવાર મુદ્દે ભાજપમાં વિરોધ જોવા મળ્યો હતો.ખાનપુર કાર્યાલય પર કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.આ ઉપરાંત
સાબરમતી વૉર્ડની મહિલા કાર્યકર્તાઓ  કાર્યાલય પહોંચ્યા હતા.સાબરમતીમાં મહિલા ઉમેદવારના નામ સામે વિરોધજોવા મળ્યો હતો.ભાજપ મોવડી મંડળે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની 2015થી 2020ની ટર્મ દરમિયાન વિવાદમાં આવેલા પાંચ કોર્પોરેટરોને ઘરે બેસાડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે એક કોર્પોરેટર વિવાદમાં આવ્યા છતાં તેમને ફરી તક આપવામાં આવી છે. આમ, વિવાદિત કોર્પોરેટરો પૈકી પાંચની ટિકિટ કપાઇ છે.જેના પગલે કાર્યકર્તાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે, અંદાજે 500 કાર્યકરોએ રાજીનામાની ચીમકી આપી છે, તેમજ નારાજ લોકોને શાંત પાડવા માટે પ્રદિપસિંહ જાડેજા કાર્યાલય પર દોડી ગયા હતા.

કૃષિ આંદોલન / રાકેશ ટીકૈતે ખેડૂત આંદોલનને લંબાવવા માટે અપનાવી આ નવી ફોર્મ્યુલા

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની 2015ની ટર્મ શરૂ થઇ ત્યારથી માંડીને પૂર્ણ થઇ ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસના 10થી વધુ કોર્પોરેટરો વિવિધ વિવાદોમાં સંપડાયા હતા જે પૈકી ભાજપ મોવડી મંડળે પાંચની ટિકિટ કાપી નાંખી છે. ઇસનપુર વોર્ડમાંથી 2015માં પહેલીવાર ચૂંટાયેલા કોર્પોરેટર પુલકીત વ્યાસ, કિશોર નથવાણી, અને ગિરીશ પ્રજાપતિ સહિત. પાંચની ટિકિટ કપાઇ છે.

/ Delhi Violence / 26મીની હિંસા અને 4 ફેબ્રુઆરી સરકાર વિરુદ્ધ પ્રચાર અભિયાન પાછળ વિદેશી ષડયંત્ર : દિલ્હી પોલીસ કમિશનર

નવાવાડજના કોર્પોરેટર જિજ્ઞોશ પટેલ પણ કપાયા છે,  તેઓ રિક્રિએશનલ કમિટીના ચેરમેનપદે હતા પણ તે દરમિયાન કોરોના મહામારી વખતે વિવાદમાં આવ્યા હતા.  તેઓએ તેમના સમર્થકોને તેમની સહીથી લોકડાઉન દરમિયાન અવર-જવર માટે પાસ ઇસ્યુ કરી દીધાં હતા. જોકે, તેમની પાસે આ  પ્રકારે પાસ ઇસ્યુ કરવાની સત્તા હતી નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…