Not Set/ “ઈલેક્શન ઇમ્પેકટ” : ૨ મહિના બાદ પેટ્રોલના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે વધુ એકવાર પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા ૧ લીટર પેટ્રોલમાં ૯ પૈસાનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૭૧.૨૯ રૂપિયા થયું છે. જોવામાં આવે તો, પેટ્રોલના ભાવમાં કરાયેલો આ વધારો ૨ મહિના બાદ કરાયો છે. […]

Top Stories Trending Business
aa Cover kgj8nir56r1nhob8vf7sdj0rk6 20180909062333.Medi "ઈલેક્શન ઇમ્પેકટ" : ૨ મહિના બાદ પેટ્રોલના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો

નવી દિલ્હી,

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે વધુ એકવાર પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા ૧ લીટર પેટ્રોલમાં ૯ પૈસાનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૭૧.૨૯ રૂપિયા થયું છે.

જોવામાં આવે તો, પેટ્રોલના ભાવમાં કરાયેલો આ વધારો ૨ મહિના બાદ કરાયો છે. આ પહેલા ૧૮ ઓક્ટોબરના રોજ ભાવવધારો કરવામાં આવ્યો હતો. જો કે ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

Image result for petrol price rise]

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા ૨ મહિના સુધી પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.

બીજી બાજુ ભારત એ પોતાની મોટા ભાગની જરૂરીયાતનું પેટ્રોલ અને ડીઝલ બહારના દેશોમાંથી આયાત કરે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં થતો વધારો તેમજ અમેરિકી ડોલર સામે રૂપિયામાં થયેલો ઘટાડો પણ આ ભાવવધારા માટે જવાબદાર ગણવામાં આવે છે.