PM Modi/ 22 દેશોના દિગ્ગજ લીડર્સને પાછળ છોડીને ટોપના વૈશ્વિક નેતાઓમાં PM મોદીનું એપ્રુવલ રેટિંગ વધ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેઓ ભારતના એવા નેતા છે, જેમની વૈશ્વિક સ્તરે એક ખાસ ઓળખ છે. પીએમ મોદીએ વિશ્વના 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડીને પ્રથમ…

Top Stories India
PM Modi Approval Rating

PM Modi Approval Rating: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેઓ ભારતના એવા નેતા છે, જેમની વૈશ્વિક સ્તરે એક ખાસ ઓળખ છે. પીએમ મોદીએ વિશ્વના 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. વૈશ્વિક સ્તરે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 78 ટકા થઈ ગયું છે. એક સર્વે અનુસાર સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 68 ટકા સાથે બીજા નંબર પર છે. આ યાદીમાં ત્રીજા નંબરે સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટનું નામ છે. તેને 62 ટકા એપ્રુવલ રેટિંગ આપવામાં આવ્યું છે.

આ પછી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસને 58 ટકાનું રેટિંગ આપવામાં આવ્યું છે. તેમણે ચોથું સ્થાન મેળવ્યું છે. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું એપ્રુવલ રેટિંગ સતત ઘટી રહ્યું છે. તેમની લોકપ્રિયતા અમેરિકામાં પણ નથી. તેને માત્ર 40 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. બિડેન છઠ્ઠા સ્થાન પર છે. તેમના સિવાય ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનક અત્યારે એટલા લોકપ્રિય નથી. આ યાદીમાં તે દસમા સ્થાને છે. તેમની એપ્રૂવલ રેટિંગ માત્ર 30 ટકા છે. આ યાદીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 11મા સ્થાને છે. તેમની એપ્રૂવલ રેટિંગ 29 ટકા છે.

આ પણ વાંચો: Gujarat/રખડતા ઢોર મુદ્દે મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, કેમેરો ઓન થતા જ પશુપાલકો ગાયો લઈને ભાગ્યા

આ પણ વાંચો: survey/ગ્લોબલ લીડર્સમાં PM મોદીનો જાદુ, બિડેન, સુનાક, મેક્રો સહિત 22 દેશોના દિગ્ગજો પાછળ, નવા સર્વેનો રિપોર્ટ આવ્યો સામે

આ પણ વાંચો: Manish Sisodia/સિસોદિયાએ અનેક મોબાઈલ બદલ્યા, EDએ જણાવ્યું કે કેવી રીતે દારૂ કૌભાંડમાં પુરાવાનો નાશ કરાયો