ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે, ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં એક કમનસીબ ઘટના બની; INS રણવીરના આંતરિક ડબ્બામાં થયેલા વિસ્ફોટમાં નેવીના 3 જવાનો શહીદ થઇ ગયા છએ. જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
In an unfortunate incident today at Naval Dockyard Mumbai, 3 naval personnel lost their lives in an explosion in an internal compartment onboard INS Ranvir. Responding immediately, the ship’s crew brought the situation under control. There is no major material damage. pic.twitter.com/c9wJUieCCj
— ANI (@ANI) January 18, 2022
INS રણવીર નવેમ્બર 2021 થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ જમાવટ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક નેવી હોસ્પિટલમાં 11 જવાનોની સારવાર ચાલી રહી છે.