Not Set/ છઠ્ઠા પગાર પંચનો લાભ નહિ મળે તો ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે કરીશ આત્મવિલોપન: નિવૃત આરોગ્ય અધિકારી

કચ્છના નખત્રાણા તાલુકાના દેશલપર ગામ ખાતે આરોગ્ય અધિકારી ની ફરજ બજાવી ચૂકેલા અને તા.૩૧/૮/૨૦૧૮ ના રોજ વયમર્યાદાના લીધે નિવૃત થયેલા હાલ ભુજ નિવાસી જનકરાય લાભશંકર છાયાએ પગારપંચનું ચુકવણું ન થતા ના છૂટકે ગાંધીનગર વિધાનસભા ખાતે તા.૧/૩/૨૦૧૮ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. તા.૧/૧/૨૦૧૬થી છઠ્ઠા પગારપંચનું અમલીકરણ આવતા તે અન્વયે છેલ્લા 12 વર્ષથી તેમના છઠા પગારપંચનું […]

Top Stories
kutchch છઠ્ઠા પગાર પંચનો લાભ નહિ મળે તો ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે કરીશ આત્મવિલોપન: નિવૃત આરોગ્ય અધિકારી

કચ્છના નખત્રાણા તાલુકાના દેશલપર ગામ ખાતે આરોગ્ય અધિકારી ની ફરજ બજાવી ચૂકેલા અને તા.૩૧/૮/૨૦૧૮ ના રોજ વયમર્યાદાના લીધે નિવૃત થયેલા હાલ ભુજ નિવાસી જનકરાય લાભશંકર છાયાએ પગારપંચનું ચુકવણું ન થતા ના છૂટકે ગાંધીનગર વિધાનસભા ખાતે તા.૧/૩/૨૦૧૮ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

તા.૧/૧/૨૦૧૬થી છઠ્ઠા પગારપંચનું અમલીકરણ આવતા તે અન્વયે છેલ્લા 12 વર્ષથી તેમના છઠા પગારપંચનું ફિકસેશન કરી એરિયર્સ બિલ અંગેનું ચુકવણું કરવા માટે તેમણે અનેકવાર ઉપરી અધિકારીઓને, કલેકટરશ્રી, આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે.

પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા તેમણે ગાંધીનગરના વિધાનસભા ગૃહની અંદર  આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો સરકારશ્રી દ્વારા તેમની લેણી થતી રકમનું ચુકવણું તા.૨૮/૨/૨૦૧૮ સુધી કરવામાં નહિ આવે તો નાછૂટકે સરકારની કામગીરીથી ત્રસ્ત થઈને તેઓ ૧/૩/૨૦૧૮ના રોજ  ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે આત્મવિલોપન કરશે. તેવી તેમણે સરકારને ચેતવણી આપી હતી.