Not Set/ પાટણ : ભારે વરસાદથી નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ખેડૂતો ચિંતામાં મુકાયા

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાટણમાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો. અહી હારીજ, સિદ્ધપુર, સમી સહિત ચાણસ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદથી હારીજ, ચાણસ્મા, સમી, સિદ્ધપુર, રાધનપુર સહિતનાં તાલુકાઓનાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદથી ખેતીનાં પાકોને નુકશાનથી ખેડૂતોની હાલત કફોડી બની છે. એટલુ જ નહી વરસાદથી ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા […]

Top Stories Gujarat Others
patan 1 પાટણ : ભારે વરસાદથી નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ખેડૂતો ચિંતામાં મુકાયા

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાટણમાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો. અહી હારીજ, સિદ્ધપુર, સમી સહિત ચાણસ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદથી હારીજ, ચાણસ્મા, સમી, સિદ્ધપુર, રાધનપુર સહિતનાં તાલુકાઓનાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદથી ખેતીનાં પાકોને નુકશાનથી ખેડૂતોની હાલત કફોડી બની છે. એટલુ જ નહી વરસાદથી ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. પાટણમાં પાર્ટી પ્લોટમાં કરાયેલા ગરબાનાં આયોજનમાં આયોજકોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

પાટણ જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રીથી સવાર સુધી વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદનાં કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અવિરત વરસાદ વરસતા પાટણ જિલ્લામાં લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવરાત્રી ટાણે વરસાદ પડવાથી પાટણ, હારીજ, સિદ્ધપુર, રાધનપુર, સમી, ચાણસ્મા, સરસ્વતી સહિતનાં ગામોમાં ખેલૈયાઓ ઘણા નિરાશ થયા છે. ભારે વરસાદથી મંડપ ડેકોરેશનવાળાને પણ ભારે નુકસાન થયુ છે. પાટણમાં પાર્ટી પ્લોટમાં કરાયેલા ગરબાનાં આયોજનમાં આયોજકોને નુકશાની વેઠવાનો વારો આવ્યો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.