Not Set/ નવરાત્રીની સાથે રાજકીય ગરબા પર પણ પ્રતિબંધ મુકવો જોઇએ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

  ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી નાબુદ કરવામાં માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એડી ચોટીનું જોર લગાવી ને ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં પણ તેઓ દારૂબંધી નાબુદી અંગે ઝુંબેશ ચલાવી રહ્યા છે. અને જ્યાં પણ તેમને મોકો મળે દારૂ બંધી નાબુદી અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. વડોદરા ખાતે એક જાહેર કાર્યક્રમમાં પણ […]

Gujarat Vadodara
b6b94b194de117efc02db5f9cb06306b નવરાત્રીની સાથે રાજકીય ગરબા પર પણ પ્રતિબંધ મુકવો જોઇએ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
 

ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી નાબુદ કરવામાં માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એડી ચોટીનું જોર લગાવી ને ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં પણ તેઓ દારૂબંધી નાબુદી અંગે ઝુંબેશ ચલાવી રહ્યા છે. અને જ્યાં પણ તેમને મોકો મળે દારૂ બંધી નાબુદી અંગે અવાજ ઉઠાવી રહ્યા છે.

વડોદરા ખાતે એક જાહેર કાર્યક્રમમાં પણ તેમને દારૂબંધી નાબુદી અંગે અવાજ ઉઠાવ્યો છે. દારૂબંધી નાબુદી મુદ્દે શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. દારૂબંધી હટાવો કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે, સરકારે કાયદામાં સુધારો કરી દારૂબંધી હટાવવી જોઇએ. દારૂબંધીનાં કારણે હાલમાં રાજ્યમાં હપ્તા રાજ ચાલે છે. વધુમાં નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ મુદ્દે પણ બાપુએ કહ્યું હતું કે, ગરબાની સાથે રાજકીય ગરબા પર પણ પ્રતિબંધ મુકવો જોઇએ. કોરોના કાળમાં યોજાતી પેટાચૂંટણીમાં સભા અને રેલી પર પ્રતિબંધ મૂકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.