મદદ/ ઉનામાં યુવાનોની અવિરત સેવા બની રહી છે જરૂરીયાતમંદોનો સહારો

શહેરમાં જુદા જુદા વિસ્તારો રહેતા ઝુંપડ પટ્ટીના ભુખ્યા બાળકો, બાવા સાધુઓ, સહીતના જરૂરીયાતમંદો ગરીબ પરીવારો પાસે જઇ ત્યાંજ ભોજનનું વિતરણ કરવામાં આવે છે.

Gujarat Others
ઉના

ઉનામાં સેવાભાવી યુવાનો દ્રારા ઝુંપડપટ્ટીનાં ભૂખ્યા બાળકો તથા જરૂરીયાતમંદોને ભોજન નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. કોઇનો બર્થડે, પૂર્ણતિથી તેમજ લગ્ન પ્રસંગનું ભોજન તમામ વિસ્તારોમાં યુવાનો પોતાના સ્વખર્ચે જઇને નાસ્તાનું વિતરણ કરે છે.

ઉના શહેરમાં યુવા કોળી સમાજ તેમજ ગૈરક્ષક દળ ગ્રૃપના ૫૦૦ જેટલા સેવાભાવી યુવાનોને એક વિચાર આવ્યો કે ગામમાં રહેતા તેમજ જ્યા ત્યાં રખડતા ભટકતા જરૂરીયાદમંદ લોકોની સેવા કરવી છે. તેથી આ ગ્રૃપના યુવાનોએ પ્રથમ વિડીયો બનાવી સોશ્યલ મિડીયાના માધ્યમથી લોકોને જાણ થાય તે માટે એક પહેલ કરી હતી. જેથી કોઇ વ્યક્તિના લગ્ન પ્રસંગમાં બનાવેલા ભોજન વધે છે ત્યારે આ ગ્રૃપનો સંપર્ક કરે છે. તેથી તમામ યુવાન તાત્કાલીક એકત્ર થઇને પોતાના વાહન તેમજ બાઇક દ્રારા ભોજન લઇ આવે છે. અને શહેરમાં જુદા જુદા વિસ્તારો રહેતા ઝુંપડ પટ્ટીના ભુખ્યા બાળકો, બાવા સાધુઓ, સહીતના જરૂરીયાતમંદો ગરીબ પરીવારો પાસે જઇ ત્યાંજ ભોજનનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇની પૂર્ણતિથીએ દાન આપતા હોય તેવા પરીવારને જરૂરયાતમંદોની સેવામાં નાસ્તો કે અન્ય કોઇ ચિજવસ્તુ વિતરણ કરવાની હોય ત્યારે આ ગ્રૃપના યુવાનોનો સંપર્ક કરે છે. અને આ ગ્રૃપ દ્રારા તાત્કાલીક પોતાના વાહન પર ભુખ્યાને ભોજન નાસ્તો કરાવી અવિરત સુવા પુરી પાડે છે. જરૂરીયાતમંદ બાળકોને પગમાં પહેરવાના ચપ્પલ, આઇસ્ક્રિમ કોન, તેમજ શાકભાજીની બિરીયાની યુવાનો જાતે બનાવડાવી અને બુલેરો કારમાં લઇ જઇ સેવા આપતા હોય રોજના ૧૦૦ જેટલા ગરીબ પરીવારોની સેવા આપવામાં આવે છે. આમ શહેરમાં આવી સેવા આપતા યુવાનોને સૈ કોઇ બિરદાવી રહ્યા છે.

આ તમામ સેવા કરતા યુવાનો જેમાં દિપકભાઇ શિયાળ, ભાવેશભાઇ સાંખટ, શૈલેષભાઇ બાંભણીયા, કુમારસિંહ રાઠોડ, લલીતભાઇ રાઠોડ, રાહુલભાઇ બાંભણીયા, ભાવિનભાઇ રાઠોડ સહીતના સેવાભાવી ગ્રૃપના યુવાનો સેવા પુરી પાડે છે.

આ પણ વાંચો : સાવલી તાલુકાનાં પસવા ગામમાં સગી જનેતા જ બની કાળ : વાંચો કમકમાટી ભરી ઘટનાની વાત