ગુજરાત/ દ્રારકાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠેથી બનવારસી બે કિલો ચરસના પેકેટ મળી આવ્યા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને ચેકીંગ દરમિયાન  શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. આ પેક્ટ  ચરસ હોવાનું જાણવા મળ્યું છે

Top Stories Gujarat
3 11 દ્રારકાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠેથી બનવારસી બે કિલો ચરસના પેકેટ મળી આવ્યા

પાકિસ્તાન તેના નાપાક ઇરાદાથી બહાર નહીં આવે હાલમાં ડ્રગ્સ સહિતના કેફી દ્રવ્ય મોકલાવવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહ્યો છે.છેલ્લા 6 મહિનામાં ડ્રગ્સ પકડવવાનાે સિલસિલો યથાવત રીતે ચાલુ છે,  દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને ચેકીંગ દરમિયાન  શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. આ પેક્ટ  ચરસ હોવાનું જાણવા મળ્યું છે . ડ્રગ્સ માટે કુખ્યાત દ્વારકા જિલ્લામાં ફરી એક વખત ચરસ પકડાતા હાહાકાર  મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા સીપીઆઇ. પીઆઈ આર.બી સોલંકી તથા કલ્યાણપુર પોલીસના પીએસઆઇ ગગનીયા દ્વારા ઘટના સ્થળે પહોંચી બે કીલો જેટલા ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. ​​​​​​​આ બિનવારસુ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણ લઈ આવ્યું છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ કયા પ્રકારનું ચરસ છે તેની પણ તપાસ હાથ ધરી છે. દ્વારકાનો દરિયો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. જેના હિસાબે પેટ્રોલિંગના કારણોસર માફિયાઓને ગંધ આવી જતા બે કિલો જેટલો ચરસનો જથ્થો દરીયા કિનારે  મૂકી તેઓ ફરાર થઈ ગયા છે