મોહરમ/ આવો જાણીએ વિશ્વ પ્રસિધ્ધ જામનગરના તાજિયા વિષે…

ઇસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે.

Religious Dharma & Bhakti
તાજીયા સ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા

વર્ષના ઓગસ્ટ મહિનામાં મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ – તાજીયાનો તહેવાર આવી રહ્યો છે.  તાજીયા ની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે.  ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમએ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે.

મોહરમ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા જોવા વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાનો એક જાણવા જેવો ઇતિહાસ પણ છે.

Untitled.png12 આવો જાણીએ વિશ્વ પ્રસિધ્ધ જામનગરના તાજિયા વિષે...

આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે આપ્યો છે.  એવુ કહેવાય છે કે જામ રા ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી જે પુર્ણ થતા તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો.  આ ચાંદીના તાજીયાનું વજન 190 કિલો છે.  મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

આ ચાંદીના તાજિયા પાછળ અનેક વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે.  એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોટખાપણ પણ દૂર થાય છે.

મોહરમના દિવસે જામનગરમાં લાખોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા સહિતના નાના-મોટા હજારો તાજીયા પડ માં આવે છે.  જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ સહીત દૂર દૂર થી લોકો આવે છે. એવી પણ લોકમુખે ચર્ચા છે કે એક વખત જાણીતા અભિનેતા શાહરુખ ખાન પણ આ જામનગરના ચાંદી ના તાજિયાનું જુલુસ જોવા આવ્યા હતા.

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુશેન સાહેબની યાદમાં મહોર્રમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે, ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એક એક તાજિયા માટે અંદાજે દોઢથી બે લાખનો ખર્ચ થતો હોઈ છે અને યુવાનો દિવસ રાત છેલ્લા દોઢેક માસથી તાજિયા બનાવાની તૈયારી કરતા હોય છે.

તાજીયામાં લાકડું અને થર્મોકોલ સહિત અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે.  તાજિયાની ડિઝાઇન માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે.  તાજિયાને લાઇટિંગ કામ માટે LED બલ્બ અને સીરિઝથી સુશોભિત કરવામાં આવે છે. આમ, જામનગરમાં મહોરમનો તહેવાર તેમજ જામનગરના તાજીયા વિશ્વમાં પ્રખ્યાત છે.

Miss India USA 2022/ ભારતીય મૂળની આર્યા વાલ્વેકરે ‘મિસ ઈન્ડિયા યુએસએ’નો ખિતાબ જીત્યો