Gujarat election 2022/ નવી સરકારની 12મીએ શપથવિધિ, સીએમે મંત્રીઓ સાથે આજે રાજ્યપાલને આપ્યું રાજીનામુ

ગઈકાલે જીતની ઉજવણી બાદ સીઆર પાટીલે 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે તેવી કમલમથી જાહેરાત કરી હતી.

Top Stories Gujarat
Bhupendra patel resignation નવી સરકારની 12મીએ શપથવિધિ, સીએમે મંત્રીઓ સાથે આજે રાજ્યપાલને આપ્યું રાજીનામુ

ગઈકાલે જીતની ઉજવણી બાદ સીઆર પાટીલે 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે તેવી કમલમથી જાહેરાત કરી હતી. જેમાં ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીને આ શપથવિધિમાં બોલવામાં આવશે. એટલું જ નહીં, જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ભાજપની સરકાર માટે મહેનત કરી હતી, તે તમામ સ્ટાર પ્રચારક પણ હાજર રહેશે તેવી ભાજપ સૂત્રો પાસેથી મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપની સૌથી મોટી જીત ઉજવણી માટે તૈયારી કરી દેવામાં આવી છે. એક સમયે તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ થશે તેવી અફવા પણ ઊડી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા. અહીં મુખ્યમંત્રીએ તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરાશે.

આવતીકાલે શનિવારે ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં ધારાસભ્ય દળ નેતાની પસંદગી કરાશે. મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો છે. આ પહેલાં કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે. હવે નવી સરકારની રચનાની કવાયતની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. નવી સરકારની શપથવિધિ માટે રાજ્યપાલ પાસે સમય માગવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

ગુજરાત ચૂંટણી 2022/ ગુજરાતમાં કોઈપણ પાટીદાર સીએમ પાંચ વર્ષ પૂરા કરી શક્યા નથી, ભુપેન્દ્ર પટેલ અપવાદ બનશે

Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જાણો વિવિધ સમાજોનું વોટબેન્કનું વિવિધ ગણિત