Political/ અમે ભાજપને સમર્થન ન આપ્યું હોત તો આજે દેશમાં અમારી પાર્ટીનાં PM હોત : સંજય રાવત

સંજય રાઉતે કહ્યું કે જો અમે તેમને તક ન આપી હોત તો આજે શિવસેનાનાં વડાપ્રધાન હોત. શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે જો અમે ઉત્તર ભારતમાં ભાજપને તક ન આપી હોત તો આજે દેશમાં અમારી પાર્ટીનાં પીએમ હોત.

Top Stories India
11 2022 01 24T131455.151 અમે ભાજપને સમર્થન ન આપ્યું હોત તો આજે દેશમાં અમારી પાર્ટીનાં PM હોત : સંજય રાવત

મહારાષ્ટ્રમાં 25 વર્ષનાં ગઠબંધન પછી, જ્યા ભાજપ હવે વિરોધમાં છે, શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીનાં સમર્થન સાથે સરકાર બનાવી છે. પરંતુ બંને પક્ષો વચ્ચે વર્ષોનાં વિરામ બાદ પણ તણાવની સ્થિતિ યથાવત છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં રવિવારની સરખામણીએ આજે કોરોનાનાં ઓછા કેસ નોંધાયા, પોઝિટિવિટી રેટમાં થયો વધારો

રવિવારે શિવસેનાનાં સ્થાપક બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર પણ આવું જ જોવા મળ્યું હતું. એક તરફ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથેની 25 વર્ષની દોસ્તીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, જ્યારે હવે સંજય રાઉતે કહ્યું કે જો અમે તેમને તક ન આપી હોત તો આજે શિવસેનાનાં વડાપ્રધાન હોત. શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે જો અમે ઉત્તર ભારતમાં ભાજપને તક ન આપી હોત તો આજે દેશમાં અમારી પાર્ટીનાં પીએમ હોત. સંજય રાઉતે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં ભાજપને ખૂબ જ નીચા સ્તરેથી ટોચ પર લાવ્યા છીએ. બાબરી ઢાંચાનાં પતન પછી ઉત્તર ભારતમાં શિવસેનાની લહેર હતી. જો અમે તે સમયે ચૂંટણી લડ્યા હોત તો આજે દેશમાં અમારી પાર્ટી (શિવસેના) નાં વડાપ્રધાન હોત, પરંતુ અમે તે તેમના માટે જ છોડી દીધું. સંજય રાઉતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ તેજ બની રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે, ભાજપ સાથે અમારું જોડાણ દુર્ભાગ્યપૂર્ણ હતું. આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમની તબિયત બગડતા ભાજપ પર ટોણો માર્યો હતો. ઠાકરેએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો – સાવધાન! / લો બોલો! ઓમિક્રોન બાદ હવે Stealth Omicron નો વધ્યો ખતરો, 40 દેશોમાં મળી આવ્યો

સંજય રાઉતે કહ્યું કે, ભાજપ સત્તામાં આવવા માટે માત્ર હિન્દુત્વનો ઉપયોગ કરે છે. ઉદ્ધવ ઠાકરે પર પણ ભાજપ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે. ભાજપનાં નેતા રામ કદમે કહ્યું, ‘હિંદુત્વ પર પ્રવચન આપતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ આત્મમંથન કરવું જોઈએ કે શિવસેના બાલાસાહેબ ઠાકરેની વિચારધારાને અનુસરી રહી છે કે નહીં. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના જીવનમાં અને રાજનીતિમાં ક્યારેય કોંગ્રેસની સાથે નહીં જાય અને જો આવી સ્થિતિ સર્જાશે તો તેઓ શિવસેનાની ઓફિસને જ બંધ કરાવવાનું યોગ્ય માનશે. ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ શિવસેનાનાં નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પાત્રાએ કહ્યું કે, શિવસેના તો બાલાસાહેબ ઠાકરેનાં સિદ્ધાંતોથી પણ દૂર થઈ ગઈ છે.