Cricket/ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો વર્ષ 2021 નો સર્વશ્રેષ્ઠ ODI ક્રિકેટર

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તેને વર્ષ 2021નો સર્વશ્રેષ્ઠ ODI ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે.

Sports
બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તેને વર્ષ 2021નો સર્વશ્રેષ્ઠ ODI ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે બાબર ગયા વર્ષે માત્ર 6 વનડે રમ્યો હતો, પરંતુ આમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. વળી, દક્ષિણ આફ્રિકાની લિઝેલ લીને મહિલાઓમાં ODI ક્રિકેટર ઓફ ધ યર 2021 નો ખિતાબ મળ્યો.

આ પણ વાંચો – ટ્રોલ / રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલીએ એવું શું કર્યું કે લોકો ટ્રોલ કરવા લાગ્યા,જાણો વિગત

આ ખિતાબ માટે બાબર આઝમનો મુકાબલો બાંગ્લાદેશનાં શાકિબ અલ હસન, દક્ષિણ આફ્રિકાનાં જાનેમન મલાન અને આયર્લેન્ડનાં પોલ સ્ટર્લિંગ સામે હતો. ગયા વર્ષે, સ્ટર્લિંગે 14 ODIમાં સૌથી વધુ 705 રન બનાવ્યા હતા, જ્યારે બીજા નંબર પર જાનેમન મલાને 8 ODI માં 509 રન બનાવ્યા હતા. વળી, બાબર આઝમ આ મામલામાં 7 માં નંબર પર રહ્યો હતો. બાબર આઝમે ગયા વર્ષે માત્ર 6 ODI રમી હતી જેમાં તેણે 67.50 ની એવરેજથી 405 રન બનાવ્યા હતા. આ દરમિયાન બાબરે બે સદી પણ ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 158 રન હતો. બાબર ગયા વર્ષે માત્ર બે સીરીઝ રમ્યો હતો, જેમાં દક્ષિણ આફ્રિકા સામે 2-1થી જીત મેળવી હતી. બાબર આ સીરીઝમાં 228 રન સાથે બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો.

આ પણ વાંચો – IND vs SA / ટીમ ઈન્ડિયાની Captaincy માં સુપર ફ્લોપ સાબિત થયો કે.એલ.રાહુલ

આ પછી પાકિસ્તાનને ઈંગ્લેન્ડની ટીમે 3-0થી હરાવ્યું હતું. બાબરે તે સીરીઝમાં 177 રન બનાવ્યા હતા. બાબરને આ સીરીઝમાં અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો ન હતો, જેના કારણે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર સિવાય પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં 100 રનનો આંકડો સ્પર્શી શક્યો નહોતો.