Cricket/ IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાયા આ 5 ખેલાડી

ઈંગ્લેન્ડનો સેમ કુરન IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. અમારા અહેવાલમાં આપણે તે 5 ખેલાડીઓ વિશે જાણીશું જે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયા…

Top Stories Sports
Most Expensive Players

Most Expensive Players: IPL 2023ની હરાજીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને મોટી રકમ મળી છે. તો ઘણા સ્ટાર ખેલાડીઓ વેચાયા વગરના રહી ગયા છે. ઈંગ્લેન્ડનો સેમ કુરન IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. અમારા અહેવાલમાં આપણે તે 5 ખેલાડીઓ વિશે જાણીશું જે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયા હતા.

સેમ કુરન IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ પહેલા તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ 13 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને 17.50 રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેમરૂન કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગમાં નિષ્ણાત છે.

બેન સ્ટોક્સ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પોતાના દમ પર ઈંગ્લેન્ડની ટીમને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

IPL ઓક્શનના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ સૌથી મોંઘા વેચાયા છે. તેને વર્ષ 2021માં રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોરિસે આઈપીએલમાં 81 મેચમાં 95 વિકેટ લીધી છે.

યુવરાજ સિંહ તેની કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે પ્રખ્યાત છે. તેને વર્ષ 2015માં દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો: Corona Virus/કોરોના થાય છે ત્યારે લોકોની સૂંઘવાની ક્ષમતા કેમ જતી રહે છે?

આ પણ વાંચો: mini auction/IPL મીની ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કાવ્યા મારનનો દબદબો, સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ

આ પણ વાંચો: Entertntment/મુંબઈ કોર્ટે વેબ સિરીઝ સ્કેમ 2003ના સ્ક્રીનિંગ પર રોક લગાવવાનો કર્યો ઇનકાર,અરજી ફગાવી