Web Series: કોર્ટે તેલગી સ્ટેમ્પ પેપર કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ સ્કેમ 2003ના સ્ક્રીનિંગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. અબ્દુલ કરીમ તેલગીની પુત્રી સના ઈરફાન દ્વારા આ વેબ સિરીઝ વિરુદ્ધ મુંબઈ સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ખેર, આ અરજીને ફગાવી દેતાં કોર્ટે વેબ સિરીઝની સ્ક્રીનિંગ પર મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. સ્ટેમ્પ પેપર કૌભાંડના મુખ્ય આરોપી તેલગીના કૌભાંડ પરની વેબ સિરીઝ 25 ડિસેમ્બરે રિલીઝ થશે.
તેલગીની પુત્રીએ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હંસલ મહેતા, જનરલ મેનેજર પ્રસૂન ગર્ગ અને સોની લિવ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેલગી સ્ટેમ્પ પેપર કૌભાંડ ફરી એક વેબ સિરીઝ દ્વારા લોકો સામે આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં સના ઈરફાનના વકીલે જણાવ્યું કે તેણે અરજી કેમ દાખલ કરી છે. વકીલે કહ્યું કે આ વેબ સીરિઝ બનાવતા પહેલા સનાના પરિવારની કોઈ સંમતિ લેવામાં આવી નથી. સના માંગે છે કે તમે અમને જણાવો કે તમારું કન્ટેન્ટ શું છે, પરંતુ મેકર્સ તેમ કરવાનો ઇનકાર કરે છે.
વકીલે વધુમાં કહ્યું કે સનાના કહેવા પ્રમાણે, આ વેબ સિરીઝ જે પણ બુક પર બની રહી છે. તે પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી ભ્રામક અને ખોટી છે. જો આ વેબ સિરીઝ રિલીઝ થશે તો તેના પરિવારની ઈમેજ બગડશે. પરિવારની બદનામી થશે અને આ વસ્તુઓ ક્યારેય પુનઃપ્રાપ્ત અને ઉલટાવી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે આગામી 25 ડિસેમ્બરે રજૂ થઇ રહેલી આ વેબ સિરીઝમાં કેટલા ખુલાસા થાય છે. વેબ સિરીઝને લઇને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તે જે બુક આધારિત બનાવવામાં આવી છે તેમાં આપેલી માહિતી ખોટી છે. હવે જોવુ એ રહ્યું કે સિરિઝ રીલીઝ થયા પછી સ્થિતી કેવી સર્જાય છે.
Bollywood/શાહરૂખ ખાનની ફિલ્મનું બીજું સોંગ ઝૂમ જો પઠાન રિલીઝ, દીપિકા પાદુકોણે ફરી બતાવ્યા સેક્સી મૂવ્સ
સેવાની સરવાણી/એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે…જેમાં મહિલાઓનું પણ છે વિશેષ
નવી ક્ષિતિજ/કાઉન્સેલિંગ ક્ષેત્રે પણ બનાવી શકાય છે શ્રેષ્ઠ કારકિર્દી
USA/મેક્સિકોથી યૂએસમાં ઘૂસણખોરી કરવા જતાં ગુજરાતી પરિવાર ટ્રમ્પ વોલથી પટ્કાયો, યુવાનનું મોત