Entertainment News/ ‘બોર્ડર 2’ ના ‘ઘર કબ આઓગે…’માંથી અરિજીત સિંહનો પાર્ટ ગાયબ! સોશિયલ મીડિયા પર હંગામો..!

‘Border 2’ ફિલ્મ (બોર્ડર 2)માં ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવો ખેલ થયો છે! દેશભક્તિ ગીતમાંથી અરિજીત સિંહનો પાર્ટ ગાયબ થઇ જવાથી એના ફેન્સ નિરાશ છે!

Trending Entertainment
Border 2, બોર્ડર 2, ગીત, અરિજીત સિંહ,ગાયબ

Entertainment News: ‘બોર્ડર 2’ ફિલ્મ (Border 2) રિલીઝ થઇ ચૂકી છે અને લોકોને ઘણી જ પસંદ પડી રહી છે! પરંતુ આમાં ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવો ખેલ થયો છે! જ્યારે દર્શકો ફિલ્મ જોવા ગયા ત્યારે એના લોકપ્રિય ગીત ‘ઘર કબ આઓગે…’ (Ghar Kab Aaoge) માંથી અરિજીત સિંહ (Arijit Singh) નો પાર્ટ ગાયબ થઇ ગયેલો જોવા મળ્યો! અરિજીતના ફેન્સ આ જોઇને અત્યંત નિરાશ થઇ ગયા છે.

Border 2, બોર્ડર 2, ગીત, અરિજીત સિંહ,ગાયબ

સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ટીકા

હવે આ બાબતનો હંગામો અને ટીકાઓ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા કરવામાં આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે એવો દાવો કર્યો છે કે, “અરિજીત સિંહ ‘બોર્ડર 2’ નું ‘ઘર કબ આઓગે…’ ગીત ગાવા જ માગતો ન હતો. એ ક્રિએટિવ દ્રષ્ટિકોણથી ભૂષણ કુમાર (Bhushan Kumar) સાથે સહમત ન હતા.” એવો પણ દાવો કરવામાં આવે છે કે, એ હિન્દી ફિલ્મ જગત (Bollywood)ના મોટા બેનરો અને લેબલ્સથી નિરાશ હતા.”

એમ પણ કહેવાય છે કે, એ એટલા બધા નિરાશ છે કે, એમણે બોલીવુડ પ્લેબેક સિંગિંગ (Playback Singing) ક્ષેત્રથી અળગા થઇને સંન્યાસનું પણ એલાન કરી દીધું છે! આ વિવાદ (Controversy) અંગે હવે ટી-સીરિઝ (T-Series)ના ભૂષણ કુમારે ચૂપકિદી તોડી છે અને આનો જવાબ આપ્યો છે.

Border 2, બોર્ડર 2, ગીત, અરિજીત સિંહ,ગાયબ

‘બોર્ડર 2’ ફિલ્મ (Border 2)ના ગીતમાંથી અરિજીત સિંહનો પાર્ટ ગાયબ

‘બોર્ડર 2’ ફિલ્મના આ ગીત અંગેના સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સના આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતા, ભૂષણ કુમારે આ તમામ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું છે કે, “પ્લીઝ અરિજીતને ફોન કરીને પૂછો, આ બધું જ બકવાસ છે!”

આ દરમિયાન, નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર, અરિજીત સિંહ મોટા મ્યુઝિક લેબલ સાથે કામ કરીને ખુશ ન હતા. વિશેષ કરીને, એક એવા શક્તિશાળી મ્યુઝિક લેબલના માલિકથી…જે કથિત રીતે, ક્રિએટિવ માઇક્રોમેનેજમેન્ટ અને આક્રમક રીતે કોમર્શિયલ નિર્ણયો લેવા માટે પ્રખ્યાત છે!

એક યુઝરે તો એવો દાવો પણ કર્યો કે, અરિજીત સિંહને એક દેશભક્તિ ગીત (Patriotic Song)ની પરાણે બનાવાયેલી રિમેક (Remake)થી ઝાટકો લાગ્યો હતો અને અહિંથી જ એમના ક્રિએટિવ મતભેદો સામે આવ્યા. એવું પણ કહેવાય છે કે અરિજીતે પાછળથી એ ગીત પણ ગાયું પરંતુ જ્યારે મૂવી તૈયાર થઇને થિયેટર્સમાં રિલીઝ થઇ ત્યારે એણે ગાયેલો હિસ્સો આ ગીતમાંથી ગાયબ હતો!!

Border 2, બોર્ડર 2, ગીત, અરિજીત સિંહ,ગાયબ

બોલીવુડ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લેવાનું એલાન

અત્રે ઉલ્લેખનીય છે કે, અરિજીતે તાજેતરમાં જ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લેવાનું એલાન કરી દીધું છે!! એનું કહેવું છે કે, હવે એ કોઈ પણ નવું પ્લેબેક એસાઇનમેન્ટ નહિં લે! પ્રાપ્ત અહેવાલ મુજબ, અરિજીત ભવિષ્યમાં લાઇવ શોઝ અને સ્વતંત્રપણે મ્યુઝિક (Live Shows & Independent Music) બનાવવા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરશે.


આ પણ વાંચો: એક સમયે ‘બોર્ડર’ ફિલ્મની ટીકિટ ખરીદવાના પૈસા નહતા અને આજે ‘બોર્ડર 2’માં દિલજીત દોસાંજ છે હીરો!

આ પણ વાંચો: બોર્ડર 2 રીલીઝ અંગે વરુણ ધવને દિલજીત દોસાંઝની ભારે મહેનતની કરી સરાહના

આ પણ વાંચો: “જો મુસલમાન હોવાને કારણે કામ નથી મળી રહ્યું તો ફરીથી હિન્દુ બની જાઓ…” અનુપ જલોટાની એ આર રહેમાનને સલાહ!!