Entertainment News/ ‘ધુરંધર’ ના ધમાકા પછી અક્ષય ખન્નાનો નવો અવતાર: ‘મહાકાલી’ માં બનશે અસુરગુરુ શુક્રાચાર્ય!

‘ધુરંધર’ માં શાનદાર એક્ટિંગ બાદ અક્ષય ખન્ના (Akshaye Khanna) પ્રશાંત વર્માની નવી ફિલ્મ ‘મહાકાલી’ માં અસુરગુરુ શુક્રાચાર્યના પાત્રમાં જોવા મળશે. જાણો 24 ઓગસ્ટે આવનારી ફિલ્મની પહેલી ઝલક વિશેની વિગતો.

Entertainment
Akshaye Khanna avatar following Dhurandhar

Bollywood News : આઈકોનિક ફિલ્મ ‘ધુરંધર’ માં પોતાની શાનદાર એક્ટિંગથી કરોડો ફેન્સના દિલ જીતી લેનાર અભિનેતા અક્ષય ખન્ના (Akshaye Khanna) ફરી એકવાર પાવરફુલ રોલમાં વાપસી કરવા માટે તૈયાર છે. પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU) ની આગામી ફિલ્મ ‘મહાકાલી’ (Mahakali Movie)માં અક્ષય ખન્ના એક અત્યંત જટિલ અને પ્રભાવશાળી પાત્રમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મ સાથે જોડાયેલી મહત્વની જાહેરાત કરીને દર્શકોનો ઉત્સાહ બેવડો કરી દીધો છે.

Akshaye Khanna  : શુક્રાચાર્યના રોલમાં દેખાશે દમદાર અંદાજ

ભારતીય પૌરાણિક કથાઓમાં અસુરોના મહાન ગુરુ તરીકે ઓળખાતા ‘શુક્રાચાર્ય’ (Shukracharya)નું પાત્ર જ્ઞાન, દ્રઢ સંકલ્પ અને ઊંડા પ્રભાવથી ભરેલું છે. અક્ષય ખન્ના આ ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનો રોલ નિભાવશે. તેમના આ નવા અંદાજ અને ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર ફેન્સની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચાડી દીધી છે.

24 ઓગસ્ટે સામે આવશે પહેલી ઝલક

મેકર્સે ટીઝર લાઇન “24th August, The End Begins” સાથે જાહેરાત કરી છે કે આગામી 24 ઓગસ્ટે ફિલ્મની પહેલી ઓફિશિયલ ઝલક સામે આવશે. આ ઝલકમાં અક્ષય ખન્નાના લુક અને ‘મહાકાલી’ ની પૌરાણિક દુનિયાનો મોટો ખુલાસો થશે.

દિગ્ગજ સ્ટારકાસ્ટ અને નિર્માણ

‘હનુ-મેન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પછી પ્રશાંત વર્મા (Prasanth Varma)આ સુપરહીરો/પૌરાણિક યુનિવર્સને આગળ ધપાવી રહ્યા છે.હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે અને 24 ઓગસ્ટે આવનારું ટીઝર આ ફિલ્મની ભવ્યતાની સાચી ઓળખ કરાવશે.


આ પણ વાંચો :સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરનનું છલકાયું દર્દ: એક્સ-બોયફ્રેન્ડના માનસિક ત્રાસથી 2 વર્ષ સુધી રહી ડિપ્રેશનમાં!

આ પણ વાંચો :થિયેટરોમાં મચશે ધમાલ! રિલીઝ થઈ રહી છે આ 4 મોટી સાઉથ મુવીઝ, મળશે એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ

આ પણ વાંચો :Bigg Boss 20 ના 7 કન્ફર્મ સ્પર્ધકો! સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ, જાણો લિસ્ટમાં કોના-કોના નામ