Entertainment News : સલમાન ખાનનો ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બોસ 20’ (Bigg Boss 20) ટેલિકાસ્ટ થતા પહેલાં જ સોશિયલ મીડિયા અને દર્શકો વચ્ચે જોરદાર ચર્ચામાં આવી ગયો છે. આ શોને લઈને રોજ-બરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે, જેના કારણે ફેન્સની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન શોમાં ભાગ લેનારા 7 સંભવિત કન્ફર્મ કન્ટેસ્ટન્ટ્સના નામ બહાર આવ્યા છે. જો આ સેલેબ્સ શોમાં એન્ટ્રી લેશે તો ગ્રાન્ડ પ્રીમિયરથી જ ડ્રામા અને એન્ટરટેઈનમેન્ટનો ધમાકો જોવા મળશે.
Bigg Boss 20 : કોણ છે ‘બિગ બોસ 20’ ના આ 7 સ્પર્ધકો?
અહેવાલો અનુસાર, શો માટે જે સેલેબ્સના નામ સામે આવ્યા છે તેઓ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ છે. રિપોર્ટ્સ મુજબ શોમાં ધમાલ મચાવવા માટે નીચેના 7 સ્ટાર્સના નામ નક્કી માનવામાં આવી રહ્યા છે:
કુશાલ તંવર (Kushal Tanwar)
નીતિ ટેલર (Niti Taylor)
ગીતા બસરા (Geeta Basra)
એલનાઝ નૌરોઝી (Elnaaz Norouzi)
રજત બેદી (Rajat Bedi)
ખુશી દુબે (Khushi Dubey)
વિક્રાંત સિંહ રાજપૂત (Vikrant Singh Rajput)
જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ નામો પર સત્તાવાર મહોર મારવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે શોમાં આવવા માટે સંમતિ દર્શાવી દીધી છે.
જોડીઓમાં થશે એન્ટ્રી? સલમાન ખાનનો નવો અંદાજ
આ 7 સ્પર્ધકો ઉપરાંત ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારો સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે આ વખતે ‘બિગ બોસ 20’ માં સ્પર્ધકો જોડીઓમાં એન્ટ્રી લેશે, જે શોના કોન્સેપ્ટને વધુ રસપ્રદ બનાવશે. શોના નવા પ્રોમો પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં હોસ્ટ સલમાન ખાન એક અલગ જ સ્વેગ અને નવા અવતારમાં જોવા મળી રહ્યો છે.
ક્યારે અને ક્યાં ટેલિકાસ્ટ થશે શો?
સલમાન ખાન (Salman Khan)ના આ મોસ્ટ અવેટેડ શો ‘બિગ બોસ 20’ ની ઓન-એર ડેટ પણ જાહેર થઈ ગઈ છે. આ શો 6 સપ્ટેમ્બર થી કલર્સ ટીવી (Colors TV) અને OTT પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર (JioHotstar) પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. દર્શકો લાંબા સમયથી પોતાના આ ફેવરિટ રિયાલિટી શોની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વખતે ડબલ મસાલા અને ડ્રામા જોવા મળશે તે નક્કી છે.
આ પણ વાંચો :ભારતમાં સ્પાઈડર-મેને રચ્યો નવો ઈતિહાસ;’એન્ડગેમ’ નો રેકોર્ડ તોડી બની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ
આ પણ વાંચો :યુપી પોલીસનું પ્રથમ ઓફિશિયલ ગીત રિલીઝ, ‘બચ્ચન સાહેબ’ સહિત સમગ્ર દેશે કર્યા મુક્તકંઠે વખાણ!
આ પણ વાંચો :‘તારક મહેતા’ ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો, બોલિવૂડના જાણીતા વ્યક્તિ પર ગંભીર આરોપ
