સેવાની સરવાણી/ એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે…જેમાં મહિલાઓનું પણ છે વિશેષ યોગદાન

પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે, આટલા વિશાળ આયોજનને જ્યારે શબ્દોમાં કંડારવાની વાત આવે એટલે નીત-નવી વાતો પર ધ્યાન જાય તે સ્વાભાવિક છે

Top Stories Gujarat Trending
Swami Maharaj Shatabdi Mahotsav

Swami Maharaj Shatabdi Mahotsav: માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને આંતરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે વાત કરવી છે એવી મહિલાઓની જેમણે પોતાનું સમગ્ર કામકાજ છોડી આ સેવાકીય પ્રવૃતિમાં ભાગ લીધો.

પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. આટલા વિશાળ આયોજનને જ્યારે શબ્દોમાં કંડારવાની વાત આવે એટલે નીત-નવી વાતો પર ધ્યાન જાય તે સ્વાભાવિક છે. અને આવી જ એક મુલાકાત દરમિયાન પ્રમુખસ્વામી નગરના ક્લીનીંગ વિભાગમાં જવાનું થયું. ત્યાં કોઇ મહિલા કચરો વાળતા નજરે પડ્યા, તો કોઇ વળી પોતુ માળતા હતા. મારી નજર પડી એક યુવતિ પર જે શાંતીથી ટોયલેટ સાફ કરી રહી હતી. કદાચ પોતાના ઘરમાં પણ આટલી ઝીણવટ પૂર્વક સાફ સફાઇના થાય તેવી બારીકાઇથી અહિં કામ ચાલી રહ્યું હતુ. કુતુહલતાવશ જ મે પુછી લીંધુ કે ટોયલેટ-બાથરૂમની સાફ-સફાઇની સેવા તમે જાતે જ લો છો કે પછી અહીંથી સોંપવામાં આવે છે. તરત જ પેલી યુવતિ ઊભી થઇને મારી પાસે આવી. આદરપૂર્વક જય સ્વામિનારાયણ કહીને બોલી, આ સેવા તો જેના અહો ભાગ્ય હોય તેને મળે. મે જરા વધારે જ પુછ્યું કે હા એ વાત સાચી પરંતુ સામાન્ય રીતે તો આવી સેવા કરવામાં લોકોને જાજો રસ નથી હોતો. ત્યારે એ યુવતિ બોલી ના, એવુ નથી, અહીં સેવા માટે આવેલી દરેક વ્યક્તિ માટે સેવા મહત્વની છે. ક્યાં કરવાની, કેવી સેવા કરવાની એ બધુ તો જરાય મનમાં પણ ના હોય. આટલી વાત પછી મે જોયુ જ્યારે એ યુવતિ મારી સાથે વાત કરી રહી હતી. ત્યારે અન્ય કોઇ પણ મહિલા કે યુવતિઓ અમારી વાતમાં ધ્યાન નહોતા આપતા બસ દરેક મહિલા ત્યાં મનમુકી શાંતીથી પોતાની સેવામાં લીન હતી.

 

1 292 એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે...જેમાં મહિલાઓનું પણ છે વિશેષ યોગદાન

આ યુવતિ એટલે સુરતના ગોપી ડોબરીયા. છેલ્લા એક અઠવાડિયાથી પ્રમુખસ્વામી નગરમાં ક્લીનીંગ વિભાગમાં સેવા આપી રહ્યા છે. અને સમૈયો પુર્ણ થશે ત્યાં સુધી અહિં સેવા આપશે. હવે સવાલ એ થાય કે સવા મહિના સુધી અહિં રહીને સેવા કરવાની વાત હશે તો કદાચ ગોપી અભ્યાસ કરતી હશે અથવા તો ઘરે ફ્રી હશે, માટે સેવા માટે આવી અને આટલો બધો સમય રોકાઇને સેવા કરશે. પરંતુ એવું નથી પ્રમુખસ્વામી નગરમાં સેવા કરનાર તમામ વ્યક્તિ કોઇને કોઇ મોટા હોદ્દા પર જોબ કરે છે, કોઇ બીઝનેશ મેન છે તો કોઇ સરકારી ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે તો વળી કોઇ સારો અભ્યાસ કરી રહ્યું છે. ટુંકમાં એટલુ કહી શકાય કે નવરા છે અને ચાલો સેવામાં એવી કોઇ જ વ્યક્તિ આ નગરમાં જોવા નહીં મળે.

gopi dabriya એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે...જેમાં મહિલાઓનું પણ છે વિશેષ યોગદાન

અમેરીકા, કેનેડા, યુકે જેવા અનેક દેશોમાંથી ભાવિકો સેવા કરવા માટે મહિનાઓથી અહિં આવ્યા છે. જેમાં એક નામ ગોપીનું પણ છે. ગોપી આઇટી એન્જીન્યર છે અને સુરતની સારી કંપનીમાં ટીમ લીડર તરીકે કામ કરી રહી છે. પરંતુ જ્યારે તેમને પ્રમુખસ્વામી નગરમાં સેવા આપવા આવવાનું હતુ, ત્યારે તેમણે પોતાની ઓફીસમાં વાત કરી અને જણાવ્યું કે મારે આ રીતે સેવામાં જવાનું છે પ્લીઝ તમે મારી રજા મંજૂર કરો. પરંતુ ઓફીસમાંથી ચોખ્ખુ કહી દેવામાં આવ્યું કે સેવામાં જવુ હોય તો નોકરી છોડીને જાવ. રજાતો આપવામાં નહીં આવે.

2 26 એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે...જેમાં મહિલાઓનું પણ છે વિશેષ યોગદાન

ગોપી સારા હોદ્દા પર અને ઉચ્ચ પગાર પર નોકરી કરતી હતી. માટે કોઇ પણ વ્યક્તિ માટે તત્કાલ નોકરી છોડવાનો નિર્ણય લેવો મુશ્કેલી ભરેલો બને. પરંતુ ગોપીએ એક મિનીટનો પણ વિલંબ કર્યા વગર નોકરીમાંથી રીઝાઇ આપ્યું અને મનમાં એટલુ જ બોલી કે જેવી બાપાની ઇચ્છા. ગોપી મંતવ્ય સાથે વાત કરતા કહે છે કે “હજુ તો હું સુરતથી અમદાવાદ આવવા નિકળી પણ નહોતી તે પહેલા મને બીજી કંપનીમાંથી જોબની ઓફર આવી. હું ઇન્ટરવ્યુ માટે ગઇ ત્યારે મે સ્પષ્ટ કર્યુ કે હુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી મહોત્સવમાં સેવા આપવા જઇ રહી છું. ત્યાંથી આવ્યા પછી જ નોકરીમાં જોડાઇ શકીશ, સાથે જ થોડો સ્વામીબાપાનો મહિમા પણ સમજાવ્યો અને ત્યાંથી મને મંજૂરી મળી ગઇ. આજે હું અહિં સેવા કરી રહી છું અને અહિંથી ગયા પછી જોબ શરૂ કરીશ. બધી જ બાપાની કૃપા છે.”

5 13 એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે...જેમાં મહિલાઓનું પણ છે વિશેષ યોગદાન

તમે આટલા ઉચ્ચ અભ્યાસુ છો, સારી જોબ કરો છો તો તમને ક્લીંગની વિભાગમાં સેવા કરવાની તક મળી ત્યારે કેવો અનુભવ થયો, તે વીશે વાત કરતા ગોપી કહે છે, કે “અહિં સેવાની તક મળે એ જ મોટી વાત છે, સેવા કરવા માટે હજારો લોકો વેટીંગમાં છે. બાપાને રાજી કરવા જે સેવા મળે તે સેવા કરવી તેવી જ અમારી બધાની ઇચ્છા હોય છે. અને આપણે ઘરે પણ આપણા ટોયલેટ બાથરૂમ, અને ઘરની સાફ સફાઇનું કામ કરતા જ હોઇએ છીએ. તો પછી આ તો વિશાળ ઘર છે અહિં કરવામાં કેવી છોછ. હું મારી જાતને ધન્ય માનું છું કે બાપાના આર્શિવાદથી મને આ સેવા મળી છે.”

મહોત્સવ સ્થળે ટોયલેટ-બાથરૂમના કુલ 125 કરતાં વધુ પાકાં બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેના નિર્માણથી માંડીને સ્વચ્છતા સુધીની સેવાઓમાં 2200 કરતા પણ વધુ સ્વયંસેવકો છે. મહત્વની વાત એ છે કે આ તમામ ઉચ્ચ ડિગ્રી ધરાવે છે.

nita ban એક ઐતિહાસિક મહોત્સવ જે ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે લખાશે...જેમાં મહિલાઓનું પણ છે વિશેષ યોગદાન

જયારે અમદાવાદ મેમનગરના નીતાબેન ભરતકુમાર ચૌહાણની વાત જરા જુદી છે. 10/7/22થી પ્રમુખસ્વામી નગરના ગ્લો ગાર્ડનમાં સેવા આપતા નીતાબેન મંતવ્યને કહે છે, “સેવાની વાત હોય અને બાપાની કૃપા હોય એટલે બધુ જ કામ જાતે ગોઠવાઇ જાય છે. માત્ર હું જ નહીં મારી સાથે 300 કરતા પણ વધુ મહિલાઓ ગ્લો ગાર્ડન માટે કામ કરે છે જેમાં ઘણી તો એવી યુવતિઓ છે જેમને એક વર્ષના નાના બાળકો છે. તો તેવી યુવતિઓ ગોડિયા સાથે અહિં આવે છે. પરંતુ સેવા તો કરવી જ છે તેવી નેમ લીધી છે. અહિં સેવા કરતી મોટાભાગની મહિલાઓ ઘણા સારા ઘરમાંથી આવે છે. જે ક્યારેય એસી વગર રહી પણ નથી તેવી મહિલાઓ તડકામાં પલાઠી વાળી નીચે બેસીને શાંતીથી કામ કરે છે. તો ઘણી મહિલાઓને પગની કમરની તકલીફ છે. જ્યારે ગ્લો ગાર્ડનમાં બનતા ફુલ અને અન્ય વસ્તુની બનાવટ માટે નીચે જ બેસવુ પડે. તો આવા સમયે મહિલાઓ પોતાની તમામ તકલીફ ભુલી જાય છે અને સેવા કરે છે. પાલખી ઉપર ચઢવાનું હોય કે પછી નીચે બેસીને કામ કરવાનું હોય. મહિલાઓ યુવતિઓ હોંશે હોશે કામ કરે છે, કારણ કે આ લાહ્વો તો નશીબદારને મળે છે. બાપાનો રાજીપો મળ્યો છે માટે જ અમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે.”

 

Ahmedabad

પ્રમુખસ્વામી નગરમાં સેવા કરતી આવી તો અનેક મહિલાઓ છે. જેમાં કોઇ સરકારી અધિકારી છે તો કોઇ ઓફીસર, કોઇ સીએ તો કોઇ વકીલ, ડોક્ટર ઉચ્ચ હોદ્દા, પગારની નોકરી કરવા છતા અહિં આવીને જે સેવા મળે તે દાસ થઇને કરવી તેવી ભાવનાથી કામ કરે છે.

નવી ક્ષિતિજ/કાઉન્સેલિંગ ક્ષેત્રે પણ બનાવી શકાય છે શ્રેષ્ઠ કારકિર્દી

Gujarat/અમદાવાદ એરપોર્ટ પર મુસાફરને આવ્યો હાર્ટ એટેક, CISF બન્યો ‘ભગવાન’, CPR આપી બચાવ્યો જીવ