Gujarat/ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરને આવ્યો હાર્ટ એટેક, CISF બન્યો ‘ભગવાન’, CPR આપી બચાવ્યો જીવ

આ પછી તે જમીન પર પડી ગયો. એરપોર્ટ પર તૈનાત એક CISF જવાનની નજર તેના પર પડી ગઈ. આ પછી જવાન દોડીને મુસાફર પાસે ગયો અને CPR આપીને તેનો જીવ બચાવ્યો. હવે આ…

Top Stories Gujarat Videos
Airport Heart Attack

Airport Heart Attack: ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર CISFના જવાને ભગવાન બનીને એક મુસાફરનો જીવ બચાવ્યો. મુસાફરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તે જમીન પર પડી ગયો. એરપોર્ટ પર તૈનાત એક CISF જવાનની નજર તેના પર પડી ગઈ. આ પછી જવાન દોડીને મુસાફર પાસે ગયો અને CPR આપીને તેનો જીવ બચાવ્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે BJPના નેતા સુનીલ દેવધર ઘટનાસ્થળે હાજર હતા. તેમણે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો. આ પછી તેમણે તેને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યોં. હવે લોકો CISF જવાનના ખૂબ વખાણ કરી રહ્યા છે. તો ઘણા યૂઝર્સ જવાનને ભગવાન અને કેટલાકએ તેમને દેવદૂત કહી રહ્યાં છે. વીડિયો વાયરલ થયા બાદ એરપોર્ટ મેનેજમેન્ટે પણ જવાનના વખાણ કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફર અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો હતો. સુરક્ષા તપાસ દરમિયાન મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. CISF જવાને CPR આપ્યા બાદ મુસાફરનો શ્વાસ પાછો આવ્યો અને પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાના વીડિયોને કેપ્શન આપતા સુનીલ દેવધરે લખ્યું, ‘આ મહાન શક્તિને સો સલામ.’

આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ સતત તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો અન્ય વ્યક્તિ સાથે CISF જવાનની પ્રશંસા કરી રહ્યા છે, જે CPR દરમિયાન પેસેન્જરને હાથ-પગ ઘસીને ગરમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘આ CISF જવાનને હૃદયપૂર્વક સલામ.’ જ્યારે બીજાએ લખ્યું, ‘દરેક વ્યક્તિને CPR વિશે જાણ કરવી જોઈએ, તેનાથી જીવ બચી શકે છે.’

આ પણ વાંચો: Corona Virus/ચીનમાં કોરોનાના ખળભળાટ વચ્ચે ભારત માટે સારા સમાચાર