Bihar/ RJD નેતાએ હાર બાદ કહ્યુ – બિહારમાં ચૂંટણી માહોલ હતો અને રાહુલ ગાંંધી પિકનીક મનાવી રહ્યા હતા

બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર બાદ આરજેડીનાં નેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી નારાજ છે. આ મુદ્દે આરજેડીનાં વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, “બિહારમાં ચૂંટણીની તૈયારીઓ હતી અને રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા ગાંધીનાં ઘરે પિકનિક મનાવી રહ્યા હતા. શું […]

Top Stories India
asdq 111 RJD નેતાએ હાર બાદ કહ્યુ - બિહારમાં ચૂંટણી માહોલ હતો અને રાહુલ ગાંંધી પિકનીક મનાવી રહ્યા હતા

બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર બાદ આરજેડીનાં નેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી નારાજ છે. આ મુદ્દે આરજેડીનાં વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, “બિહારમાં ચૂંટણીની તૈયારીઓ હતી અને રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા ગાંધીનાં ઘરે પિકનિક મનાવી રહ્યા હતા. શું પાર્ટી આ રીતે ચાલી શકે છે? ગિરિરાજસિંહે કહ્યું છે કે, હવે આરજેડી પણ બરાક ઓબામા કરતા રાહુલ ગાંધીને વધારે જાણવા લાગી છે.

ગિરિરાજસિંહે એક ટ્વિટમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી જી વિશે, બિહારનાં મહાગઠબંધનનાં સહયોગી રાજદનાં વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારી કહે છે કે રાહુલ ગાંધી નોન સીરિયસ પર્યટક રાજકારણી છે. શિવાનંદ જી તો રાહુલ જીને ઓબામા કરતા પણ વધારે જાણવા લાગ્યા છે. કોંગ્રેસ હજી ચૂપ કેમ છે? અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની બાયોપિક પુસ્તક ‘એ પ્રોમિસન્ડ લેન્ડ’માં રાહુલ ગાંધીને’ નર્વસ લીડર ‘ગણાવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આરજેડીનાં વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને દોષી ઠેરવી રહ્યા છે. શિવાનંદ તિવારી કહે છે, ‘કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધન માટે અવરોધ બની હતી. કોંગ્રેસે 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ 70 રેલીઓ પણ કરી નહોતી. રાહુલ ગાંધી માત્ર 3 દિવસ બિહાર આવ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ આવ્યા નહોતા… કારણ કે તે બિહાર સાથે બહુ પરિચિત નહોતા. બિહારમાં ચૂંટણીનો માહોલ હતો અને રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા ગાંધીનાં ઘરે પિકનિક મનાવી રહ્યા હતા. શું પાર્ટી આ રીતે આગળ વધે છે? કોંગ્રેસ પાર્ટી જે રીતે ચલાવવામાં આવી રહી છે, તેનો ભાજપને ફાયદો થઈ રહ્યો છે.”