ફૂડ પોઇઝનિંગ/ ભાવનગરના પાલિતાણામાં 100થી વધુ લોકોને ફુડ પોઈઝિંગની અસર થતાં દોડધામ

ગુજરાતના ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરના પાલીતાણામાં ફૂડ પોઇઝનની ઘટના સામે આવી છે

Top Stories Gujarat
food poison
  • ભાવનગરઃ પાલિતાણામાં ફૂડ પોઇઝનની ઘટના
  • ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝન
  • 100 થી. વધુ લોકોને ફૂડ પોઇઝનની બની ઘટના
  • અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
  • પાલીતાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

food poison:   ગુજરાતના ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરના પાલીતાણામાં ફૂડ પોઇઝનની ઘટના સામે આવી છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ આ ઘટના ઘટી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના પાલિતાણામાં એક ધાર્મિક કાર્યક્રમમાં આ ઘટના ઘટી હતી , કાર્યક્રમની સમાપ્તી બાદ  ભોજનનો આયોજન હતું, આ પ્રસંગમાં હાજર રહેલા તમામ લોકોએ ભોજન આરોગ્યા બાદ એકાએક લોકોને ઝાડા-ઉલટી થવા લાગી હતી.

મળતી માહિતી મુજબ  ભોજન લીધા બાદ તબિયત અચાનક બગડી હતી જેના લીધે અસરગ્રસ્તોને  ઝાડા-ઉલટી થવા લાગતા આ લોકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભોજન લીઘા બાદ 100થી વધુ લોકોની તબિયત બગડી હતી જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જે લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ હતી તેમને સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. આ અસરગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલ તંત્ર દોડતું થઇ ગયું હતું.

ભાવનગરના પાલિતાણામાં આ ફુડ પોઇઝનની ઘટના બનતા તંત્ર પર દોડતું થઇ ગયું હતું,આ અસરગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે, આ ફુડ પોઇઝનની સંમખ્યમાં હજુપણ વધારો થઇ રહ્યો છે. આ અંગેની જાણ થતા સ્થાનિક પ્રતિનિધિ હોસ્પિટલ પહોચી ગયા હતા . આ ઘટનાથી સમગ્ર વિસ્્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આ ઘટના સામે આવતા  કાર્ટક્રમમાં હાજર રહેલા અનેય લોકોએ ભોજન લેવાનું ટાળ્યું હતું. અસરગ્રસ્તોની સંખ્મયાં વધારો થતો હોવાથી હોસ્પિટલની બેડ ભરાઇ ગઇ હતી. સરકારી  તથા હોસ્પિટલમાં આ અસરગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી તંત્ર દોડતું થઇ ગયું હતું.

GST/ભારત સરકારને ડિસેમ્બરમાં GST કલેકશનથી થઇ અધધ આવક,જાણો

નિધન/ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન, PM મોદીએ

દુર્ઘટના/રાજસ્થાનના પાલીમાં સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી જતા

હુમલો/મેક્સિકોની જેલ પર હુમલો થતા 14 લોકોના મોત,આટલા કેદીઓ ફરાર,જાણો

Delhi/ ‘આ કોઈ અકસ્માત નથી, નિર્ભયા જેવી ઘટના છે’, દિલ્હીમાં ક્રૂરતાનો ભોગ બનેલા પરિવારનો આરોપ