નિધન/ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્વાંજલિ આપી

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન થતા  આઇએએસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે

Top Stories Gujarat
first woman chief secretary
  • મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન
  • ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ હતા
  • બરોડા ખાતે ગઇકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા
  • છેલ્લા લાંબા સમયથી બીમાર હતા મંજુલા સુબ્રમણ્યમ
  • 1972 ની બેચના IAS અધિકારી હતા મંજુલા સુબ્રમણ્યમ
  • મંજુલા સુબ્રમણ્યમના નિધનથી IAS બેડામાં શોક

first woman chief secretary      ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન થતા  આઇએએસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે.  મંજુલા સુબ્રમણયમેં આજ 1 જાન્યુઆરી 2023ના રોજ વડોદરા ખાતે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના આઇએએસ અધિકારી હતા. 2008માં નિવૃત્ત થયા બાદ અનેક પદો ઉપર તેમણે ફરજ બજાવી હતી.

 

 

pm  નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ” ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધનથી હું દુઃખી છું. તેમની નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે તે જાણીતા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. ”

આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુખ વ્યક્ત  કર્યું છે. તેમજ ટ્વિટ કરીને લખ્યું છે કે ” ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. ”

નોધનીય છે કે ગુજરાતના પ્રથમ મહિલા મંજુલા સુબ્રમણયમનું નિધન થઇ જતા આઇએસ  બેડામાં શોકની લાગણી જોવા મળી રહી છે, બરોડા ખાતે તેમમે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા.