રિન્કુ સામે ગુજરાત બન્યું પિન્કુ/ અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ

આઇપીએલ 2023માં અત્યાર સુધીના સૌથી રોમાંચક મુકાબલામાં કેકેઆરે અંતિમ ઓવરમાં બાજી પલ્ટી નાખી ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સના 4 વિકેટે 204 રનના જવાબમાં કેકેઆરે 20 ઓવરમાં7  વિકેટે 207 રન કરી વિજય મેળવ્યો છે.

Top Stories Sports
Gujarat Titans KKR અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ
  • ગુજરાત ટાઇટન્સના 4 વિકેટે 204 રન, વિજય શંકરના 24 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે અણનમ 63 રન
  • કેકેઆરના 20 ઓવરમાં 7 વિકેટે 207 રન, વેંકટેશ ઐયર 40 બોલમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 83 રન, રિન્કસિંઘ છ છગ્ગા સાથે 48 રન
  • કેકેઆરની ટીમે 15 છગ્ગા ફટકારી મેચ તેની તરફેણમમાં કરી

આઇપીએલ 2023માં અત્યાર સુધીના સૌથી રોમાંચક મુકાબલામાં કેકેઆરે Gujarat Titans-KKR અંતિમ ઓવરમાં બાજી પલ્ટી નાખી ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સના 4 વિકેટે 204 રનના જવાબમાં કેકેઆરે 20 ઓવરમાં7  વિકેટે 207 રન કરી વિજય મેળવ્યો છે. કેકેઆરને આ મેચમાં જીતવા માટે અંતિમ ઓવરમાં 28 રન જોઈતા હતા અને તેના હાથમાં ત્રણ વિકેટ હતી. એક રીતે તેનો વિજય તદ્દન અસંભવ લાગતો હતો.

વિજયનું મોનિટર પણ ગુજરાતની જીતવાની ટકાવારી 90થી ઉપર બતાવતું હતું. Gujarat Titans-KKR આ સમયે રિન્કુ સિંઘે બાજી પલટતા યશ દયાલને નાખેલી અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. કદાચ આ મેચને આઇપીએલના ઇતિહાસની અત્યાર સુધીની અકલ્પનીય મેચ પણ માનવામાં આવી શકે છે. રિન્કુ સિંઘ ઉપરાંત વેંકટેશ ઐયરે પણ 40 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 83 રન કર્યા હતા. જ્યારે નીતેશ રાણાએ 45 રનનો ફાળો આપ્યો હતો. આમ કેકેઆરની ટીમે કુલ 15 છગ્ગા ફટકારીને મેચ તેની તરફેણમાં કરી હતી.

એક સસમયે વિજય તરફ આગળ વધી રહેલા કેકેઆરે ફક્ત એક જ રનના ગાળામાં ચાર વિકેટ ગુમાવતા તેનો ધબડકો થતા જાણે તેનો પરાજય નિશ્ચિત થઈ ગયો હોય તેમ લાગતું હતું. તેમા રશીદખાને હેટટ્રિક ઝડપી Gujarat Titans-KKR આ ધબડકામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈએ પાંચ છગ્ગા ફટકાર્યા નથી. રિન્કુ સિંઘે છ છગ્ગા સાથે ફક્ત 21 બોલમાં 48 રન કરીને કેકેઆરની એકદમ અસંભવિત લાગતી જીત પાક્કી કરી હતી. ગુજરાત ટાઇટન્સ અને કેકેઆરના આ મુકાબલાને આઇપીએલનો અત્યાર સુધીનો અત્યંત રોમાંચક મુકાબલો માનવામાં આવે છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સે ઓલરાઉન્ડર વિજય શંકરની તોફાની બેટિંગના સથવારે 20 ઓવરમાં 4 વિકેટે 204 રન કર્યા હતા.

કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને Gujarat Titans-KKR બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલે રાબેતા મુજબ સારી શરૂઆત કરાવી હતી, પરંતુ તે આ સારી શરૂઆતને આ વખતે મોટા સ્કોરમાં પરિવર્તીત કરી શક્યો ન હતો.  જ્યારે સાંઇ સુદર્શને તેનું ફોર્મ જારી રાખતા 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. આ દરમિયાન તેણે બીજી વિકેટની 67 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલના આઉટ થયા પછી અભિનવ સુંદર આવ્યો હતો, પરંતુ તે ખાસ કશું કરી શક્યો ન હતો. ગિલે 31 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 39 રન કર્યા હતા. જો કે સૌથી જબરજસ્ત તડાફડી તો ઓલરાઉન્ડર વિજય શંકરે દાખવી હતી. ભારતીય ટીમમાં નિષ્ફળ રહેલા વિજય શંકરે ફક્ત 24 બોલમાં જ ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 63 રન કર્યા હતા. તેણે ગુજરાત ટાઇટન્સ એક સમયે માંડ-માંડ 170થી 180 રન કરે તેમ લાગતું હતું તે સ્કોર 200ની ઉપર પહોંચાડી દીધો હતો.

 

આ પણ વાંચોઃ શિંદે-ઉદ્ધવ/ અયોધ્યામાં શિંદેના ઉદ્ધવ પર પ્રહારઃ પિતાને આપેલું વચન ન નીભાવ્યું

આ પણ વાંચોઃ પાક ઘૂસણખોરી/ સુધરે તે પાક નહીઃ સરહદ પર ત્રણ ઘૂસણખોરો કેમેરામાં પકડાયા

આ પણ વાંચોઃ રહાણે-ધોની/ મુંબઈ ઇન્ડિયન્સ સામે રહાણેની વિસ્ફોટક ઇનિંગ્સ પાછળ ભેજું ધોનીનું