Rajkot/ વિશ્વકર્મા મંદિરમાં હાથ લગાડ્યા વિના સેન્સર થકી ઘંટનાદ

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મુકાયા બાદ એક બાદ એક નવા આવિષ્કાર થઇ રહ્યા છે. એક તરફ કોરોનાની વેક્સિન શોધાઈ ગયા બાદ આજે એક તરફ દેશમાં વિશ્વની સૌથી મોટા રસીકરણનો

Top Stories Gujarat
1

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મુકાયા બાદ એક બાદ એક નવા આવિષ્કાર થઇ રહ્યા છે. એક તરફ કોરોનાની વેક્સિન શોધાઈ ગયા બાદ આજે એક તરફ દેશમાં વિશ્વની સૌથી મોટા રસીકરણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે તેની વચ્ચે કોરોનાને લઈને એક પછી એક સંશોધનો પણ આવી રહ્યા છે. રાજકોટના બે વ્યક્તિએ અત્યાધુનિક સિસ્ટમ વિકસાવી છે.કોરોના બાદ રાજકોટમાં દિવાનપરા રોડ પર આવેલા વિશ્વકર્મા પ્રભુજીનીના મંદિરમાં સેન્સર સાથે ઘંટનાદ થઈ રહ્યો છે. કંપની સામે 2 થી 20 સેન્ટીમીટરના અંતરે હાથ લંબાવતા જ ઘંટ જાતે વાગે છે.

Vishwakarma Prabhuji Mandir, Diwanpara - Temples in Rajkot - Justdial

PM Modi / PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે કાલે આઠ ટ્રેનોને આપશે ગ…

રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં અત્યાધુનિક ટેકનોલોજી મુજબ ઘંટ હાથ લગાડ્યા વિના જ વાગે છે, તે જોતા સામાન્ય જનતામાં અત્યંત અચરજ જોવા મળી રહી છે. લોકો સામાજિક અંતર સાથે આ ઘટના જોવા અને ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.

Vaccination campaign / આજે દેશનું સૌથી મોટું રસીકરણ અભિયાન, PM મોદી કરશે પ્રારંભ…

રાજકોટના હરિકૃષ્ણ ભાઈ અડીયેચા અને આશિષભાઈ સંચાણીયા હાથ લગાડ્યા વિના જ ઘંટ વાગી શકે તેવી આખી સિસ્ટમ તૈયાર કરે છે. જેમાં સર્કિટ મોટર એલિવેટર અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સિવિલ એન્જિનિયર આશિષભાઈ સંચાણીયા જણાવે છે કે આ ઘંટ બનાવવામાં માત્ર આઠ દિવસનો સમય લાગ્યો છે. આ વિચાર તેઓને મિત્ર સોફ્ટવેર એન્જિનિયર હરિકૃષ્ણ ભાઈને આવ્યો હતો અને પછી બન્નેએ સાથે મળી અને આખો ઘંટ તૈયાર કર્યો છે.

Junagadh / માંગરોળ બંદર બોટ પાર્કિંગમાં વિકરાળ આગ, બે બોટો બળીને ખાખ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…