સુપ્રીમ કોર્ટે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની પડકાર ફેંકતી જાહેર હિતની અરજી પર સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ પીઆઈએલ અલાહાબાદ હેરિટેજ સોસાયટી દ્વારા જારી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે અને ન્યાયાધીશ બી.આર ગવઈ અને ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે રાજ્યને નોટિસ ફટકારી હતી. ગત વર્ષે 1 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજની મંજૂરી આપી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારને રેલ્વે સ્ટેશન, કેન્દ્રિય યુનિવર્સિટીનું નામ બદલવાનો અધિકાર નથી. આ અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. વર્ષ 2019 માં જ ઉત્તર પ્રદેશ કેબિનેટે અલાહાબાદનું નામ બદલવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને મંજૂરી મળ્યા પછી, આ સ્થાનનું સત્તાવાર નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું હતુ. સંતોએ રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની દરખાસ્ત કરી હતી. આ પછી સીએમ યોગીએ આ જાહેરાત કરી હતી. હવે અલાહાબાદને પ્રયાગરાજ નામ આપવાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ છે.
આ કેસની સુનાવણી કરી રહેલા બેંચનાં સભ્ય જસ્ટીસ અશોક ભૂષણે પોતાને કેસથી દૂર કરી દીધા હતા. જે બાદ હવે આ કેસ નવી બેંચ જોઇ રહી છે. આ કેસની સુનાવણી કરી રહેલા બેંચનાં સભ્ય ન્યાયાધીશ અશોક ભૂષણ પોતાને તેનાથી દૂર કરી લીધુ હતે. હવે નવી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.