Gujarat budget-Health/ ‘ગુજરાતનું આરોગ્ય અમારા હાથમાઃ’ બજેટમાં હેલ્થ માટેની જોગવાઈમાં 32.40 ટકાનો જંગી વધારો

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 2024ના રજૂ કરેલા બજેટમાં વિકસિત ભારત 2047ની જેમ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે “સર્વે સન્તુ નિરામયા:”ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 02T144401.141 'ગુજરાતનું આરોગ્ય અમારા હાથમાઃ' બજેટમાં હેલ્થ માટેની જોગવાઈમાં 32.40 ટકાનો જંગી વધારો

ગાંધીનગરઃ ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 2024ના રજૂ કરેલા બજેટમાં વિકસિત ભારત 2047ની જેમ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે “સર્વે સન્તુ નિરામયા:”ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15,181 કરોડના બજેટમાં 32.40%નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે `20,100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું.

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3,110 કરોડ રૂપિયાની જોગવાઇ.
  • મેડિકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2,308 કરોડની જોગવાઇ.
  • G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઇ.
  • આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ `4,200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત `350 કરોડની જોગવાઈ.
  • સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે `100 કરોડની જોગવાઇ.
  • એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે `76 કરોડની જોગવાઇ.
  • યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે `60 કરોડની જોગવાઇ.

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ