Vadodara News: પિન્કીબેન સોની વડોદરા શહેરના નવા મેયર બન્યા છે. તેમના ડેપ્યુટી તરીકે ચિરાગ બારોટ ચૂંટાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિતલ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે પિન્કીબેન સોની શહેરની ચોથી મહિલા મેયર બની છે. શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા દ્વારા નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ગત સપ્તાહે ગાંધીનગરમાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં સત્તાધારી ભાજપની રાજ્ય સંસદીય બોર્ડ દ્વારા નામો નક્કી કરવામાં આવ્યા હતા.
અહીં જાણો કોણ છે નવા મેયર પિન્કીબેન સોની
પિન્કીબેન સોની એ 2016-17 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2018 માં મહિલા મોરચાના મહામંત્રી બન્યા હતા. બાદમાં સંગઠન પર્વના ડેપ્યુટી ઇન્ચાર્જ બન્યા હતા. 2020-21 માં વોર્ડ 4 માં નગરસેવક માટે ટિકિટ મળી હતી. 2023માં તેઓની મેયર માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે એમ.એસ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.
શહેરના ચોથા મહિલા મેયર પિંકી સોનીએ જણાવ્યું છે કે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ થઇ રહ્યું છે. વડોદરાના વિકાસ માટેનો પ્રયાસ રહેશે. વડોદરા માટે લોક કલ્યાણના પ્રયાસ રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના નવા 12 સભ્યોની નિમણૂક થશે. વડોદરાને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ મળ્યા છે. મેયર તરીકે મહિલા નગર સેવિકાની પસંદગી થશે. આજે કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દેદારો અને સ્થાયી સમિતિના નવા સભ્યોના નામોની જાહેરાત થઇ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક પદ મેળવવા પદ વાંચ્છુઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું.
વડોદરામાં 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ હતી. જેને પગલે વડોદરા કોર્પોરેશનના નવા સત્તાધીશો કોણ, તેને લઇને ચર્ચાઓ તેજ બની હતી. સૂત્રોની માનીએ તો, મેયર પદની રેસમાં નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં રહ્યાં હતા. જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, મનીષ પગાર, શૈલેષ પાટીલ અને નીતિન ડોંગાનું નામ ચર્ચામાં રહ્યું હતુ. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ડૉ.શીતલ મિસ્ત્રી, અજિત દઢીચ દોંગા, બંદીશ શાહ અને મનોજ પટેલનું નામ ચર્ચામાં રહ્યુ હતુ.
નોંધનીય છે કે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદો માટેની ટર્મ અઢી વર્ષની રાખવામાં આવે છે. જે અનુસાર ચાલી ટર્મ પૂરી થતાં જ હવે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:પુત્રવધૂએ સસરાનો કાપ્યો પ્રાઈવેટ પાર્ટ સેક્સના બદલામાં લેતી હતી પૈસા
આ પણ વાંચો:પોરબંદર લોકમેળામાં ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અધિકારી પર કર્યો જાનલેવા હુમલો
આ પણ વાંચો:અમદાવાદને મેયર તરીકે મળી નવી ‘પ્રતિભા’ જૈન
આ પણ વાંચો:આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી