હુમલો/ પોરબંદર લોકમેળામાં ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અધિકારી પર કર્યો જાનલેવા હુમલો

જન્માષ્ટમીના લોકમેળામાં ફરજ બજાવતા ફાયર અધિકારીની ગાડીના કાચ તોડી તેમને ઢોર માર માર્યો હતો,જેના લીધે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

Top Stories Gujarat
8 7 પોરબંદર લોકમેળામાં ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અધિકારી પર કર્યો જાનલેવા હુમલો

પોરબંદરમાંથી ફાયર ઓફિસર પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જન્માષ્ટમીના લોકમેળામાં ફરજ બજાવતા ફાયર અધિકારીની ગાડીના કાચ તોડી તેમને ઢોર માર માર્યો હતો,જેના લીધે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય  છે કે પોરબંદરમાં ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાલમાં પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મોડી રાત્રિના સમયે પોરબંદર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર રાજીવ ગોહીલ તેમની ફરજમાં હતા અને ફાયરની ગાડી લઈને મેળામાં ચેકિંગમાં હતા. તે સમયે મેળા ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે રસ્તા પર પાથરણા પાથરી ધંધો કરતા લોકોને રસ્તા પર ન બસેવા અને વાહન જઈ શકે તેમ બેસવા જણાવ્યુ હતુ.જેને લઇને મામલો પેચીદો બન્યો હતો.જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ટોળાએ ફાટર અધિકારીની ગાડીના કાચ તોડી તેમના પર હુમલો કરીને ઘાયલ કરી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ અધિકારીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crocodile killed/વડોદરામાં પાણીમાં જનારાના માથે ભમે છે મોતઃ મગરના હુમલામાં બેના મોત