Surat News : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને ક્રિકેટ જગતના ‘રોકસ્ટાર’ તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા (Hardik Pandya) જ્યારે સુરત પહોંચ્યો ત્યારે શહેરમાં જાણે ક્રિકેટ મેચ જેવો માહોલ સર્જાઈ ગયો. સામાન્ય રીતે ક્રિકેટ મેચો કે પ્રેક્ટિસ માટે ચર્ચામાં રહેતો હાર્દિક આ વખતે કોઈ મેચ રમવા નહીં, પરંતુ એક NRI પરિવારની સગાઈમાં હાજરી આપવા સુરત આવ્યો હતો. જોકે, હાર્દિકની આ મુલાકાત એક ખાનગી પ્રસંગ હોવા છતાં, શહેરભરમાં તે ચર્ચાનો વિષય બની ગઈ.
હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ ‘પ્રિન્સેસ ટ્રીટમેન્ટ’ આપી

સગાઈ સમારંભમાં હાજરી આપવા માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya)સુરતમાં પોતાની કરોડોની કિંમતની Mercedes G-Wagon કાર લઈને પહોંચ્યો હતો. સુરતના રસ્તાઓ પર આ લક્ઝરી કાર ફરતી જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. ખાસ વાત એ હતી કે હાર્દિકે ડ્રાઈવર રાખવાને બદલે પોતે જ સ્ટીયરિંગ પકડી કાર ચલાવી. પાછળની સીટ પર તેની સાથે આવેલી મિસ્ટ્રી ગર્લ અને મોડલ મહિકા શર્મા બેઠી હતી. હાર્દિક અને મહિકા સાથે કારમાં સુરતના રસ્તાઓ પર ફરી રહ્યા હતા એ દ્રશ્ય ફેન્સ માટે ખાસ બની ગયું.
લોકો ત્યારે વધુ ચોંકી ગયા જ્યારે જાણી શકાયું કે આ મિસ્ટ્રી ગર્લ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ જાણીતી Model મહિકા શર્મા છે. હાર્દિક અને મહિકાની સાથેની હાજરીએ સગાઈ સમારંભ કરતા વધુ લાઈમલાઈટ આ જોડીએ ખેંચી લીધી. મહેમાનો તેમજ ફેન્સ સતત બંનેને નિહાળતા જોવા મળ્યા.
હાર્દિકે એક ક્ષણ માટે પણ મહિકાનો હાથ છોડ્યો નહીં

હાર્દિક પંડ્યા(Hardik Pandya)નો જેન્ટલમેન સ્વભાવ Airport પર પણ જોવા મળ્યો. કાર પાર્ક કર્યા બાદ હાર્દિક પહેલાં પોતે નીચે ઉતર્યો અને પછી પાછળનો દરવાજો ખોલીને મહિકા શર્માનો હાથ પકડીને બહાર લાવ્યો. એરપોર્ટની એન્ટ્રી સુધી હાર્દિકે એક ક્ષણ માટે પણ મહિકાનો હાથ છોડ્યો નહીં. મહિકાને મળેલી આ ‘પ્રિન્સેસ ટ્રીટમેન્ટ’ના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ હાર્દિકના આ વર્તનને દિલથી વખાણી રહ્યા છે.
વાઈન રેડમાં ટ્વિનિંગ, નજર ના હટે એવો લુક
સગાઈ સમારંભ દરમિયાન હાર્દિક અને મહિકા બંનેએ કલર કોર્ડિનેશનમાં પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. બંને વાઇન રેડ કલરની આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ જોડીને જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ બોલિવૂડ ફિલ્મનું રોમાન્ટિક સીન ચાલી રહ્યું હોય. બંનેનો લુક અને સ્ટાઈલ ઈવેન્ટમાં હાજર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

હાર્દિકનો આ અંદાજ જોઈને સુરતીઓ પણ ખુશ થઈ ગયા. ઘણા લોકો કહેતા જોવા મળ્યા કે હાર્દિક ભલે વડોદરાનો હોય, પરંતુ તેનો અસલી સ્વેગ તો સુરતના રસ્તાઓ પર જ જોવા મળ્યો. મોંઘી G-Wagon કાર, સ્ટાર પર્સનાલિટી અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે હાર્દિકની આ સુરત મુલાકાત લાંબા સમય સુધી યાદગાર બની રહેશે એવી ચર્ચા ચાલી રહી છે.
માત્ર સગાઈ સમારંભ નહીં, પરંતુ હાર્દિક અને મહિકાની જોડીએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે. તસવીરો અને વીડિયોઝ વાયરલ થતા જ ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા(Hardik Pandya)ની આ સુરત મુલાકાતે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ક્રિકેટ મેદાનમાં જેટલો સ્ટાઈલિશ છે, એટલો જ તે મેદાનની બહાર પણ ચર્ચામાં રહે છે.
