sports news/ ટીમ ઈન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા–ગૌતમ ગંભીર વચ્ચે તણાવ? વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી

હાર બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

Sports
ગૌતમ ગંભીર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વચ્ચે ગંભીર ચર્ચા થતી દેખાય છે

Sports News : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. પંજાબના મુલ્લાનપુર ખાતે રમાયેલી આ મેચમાં ભારતને 51 રનથી પરાજય મળ્યો હતો, જેના કારણે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈ ભારે ચર્ચા થઈ રહી છે.

શું ગંભીર અને પંડ્યા વચ્ચે ઝઘડો થયો?

વાયરલ વીડિયોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વચ્ચે ગંભીર ચર્ચા થતી દેખાય છે. કેટલાક ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે હાર બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, વીડિયોમાં ઓડિયો નથી, જેના કારણે બંને શું વાત કરી રહ્યા હતા તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. તેથી ઝઘડાની વાતની કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી.

બેટિંગમાં ફેરફાર પડ્યા ભારે

214 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી ટીમ ઈન્ડિયા 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શુભમન ગિલ ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્રીજા ક્રમે ઉતરેલા અક્ષર પટેલે 21 બોલમાં 21 રન કર્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફક્ત 5 રન બનાવી શક્યો. હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 20 રન કર્યા. તિલક વર્માએ 62 રનની લડાયક ઇનિંગ રમી, પરંતુ ટીમને જીત અપાવી શકી નહીં. બેટિંગ ક્રમમાં કરાયેલા પ્રયોગો ટીમ માટે મોંઘા સાબિત થયા.

ધર્મશાલામાં ત્રીજી મેચ પર નજર

હવે શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા આ હારમાંથી શીખ લઈ મજબૂત વાપસી કરવાની કોશિશ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ICCએ પણ રોહિત શર્માને T20I ના સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે સ્વીકાર્યો, 2024ની સર્વશ્રેષ્ઠ ટીમમાં ભારતીયોનું વર્ચસ્વ

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચ 7 વિકેટે જીતી, અભિષેક શર્માની મહત્વની ભૂમિકા ભજવી

આ પણ વાંચો:ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, મોહમ્મદ શમીની વાપસી- આ ખેલાડીઓને મળી જગ્યા