Sports News: ક્રિકેટ (Cricket) પ્રેમીઓની રાહનો અંત આવવાનો છે કારણ કે IPL 2025 આવતીકાલ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટ (Tournament)ની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore) વચ્ચે ઈડન ગાર્ડન્સ (Iden Garden) ખાતે રમાશે. જોકે, વરસાદ (Rain) ચાહકોના ઉત્સાહને ઓછો કરી શકે છે. કલક્ત્તામાં વરસાદને કારણે, ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેના કારણે આ મેચ પણ રદ થઈ શકે છે. બંગાળની ખાડી પર એક ચક્રવાતી સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 માર્ચ સુધી કોલકાતામાં વાવાઝોડા, વીજળી અને વરસાદની આગાહી કરી છે.
IMD એ જણાવ્યું હતું કે, “મધ્ય ઓડિશાથી વિદર્ભ સુધી એક ટ્રફ છે. જે બંગાળની ખાડી પર નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે એન્ટિસાયક્લોનિક પરિભ્રમણને કારણે પૂર્વ અને નજીકના મધ્ય ભારતમાં પવનો એકત્ર થઈ રહ્યા છે. 20 અને 21 માર્ચે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડું, વીજળી અને ભારે પવનો સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.” દરમિયાન કોલકાતાના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ 20 માર્ચથી 22 માર્ચ સુધી પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કર્યું છે.
પ્રાદેશિક હવામાન આગાહી (IMD) એજન્સીએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળ (West Bengal)ના જિલ્લાઓમાં 20 થી 22 માર્ચ 2025 દરમિયાન વાવાઝોડાની પ્રવૃત્તિ થવાની સંભાવના છે. અનુકૂળ પવન પેટર્નની હાજરી અને બંગાળની ખાડીમાંથી નીચા ઉષ્ણકટિબંધીય સ્તરે મજબૂત ભેજ પ્રવેશને કારણે 20-22 માર્ચ દરમિયાન પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વીજળી સાથે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.”
આ પણ વાંચો:IPL પહેલા મોટા સમાચાર, શેડ્યૂલમાં થયો ફેરફાર, સુરક્ષા કારણોસર મેચ કોલકાતાથી કરાઈ શિફ્ટ
આ પણ વાંચો:IPL 2025: અમદાવાદના મેચોની ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ, ગુજરાત ટાઇટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ
આ પણ વાંચો:IPLનો પાયો નાખનાર લલિત મોદીએ કેવા પડકારોનો કર્યો હતો સામનો…