Sports News : કટક ખાતે રમાયેલી મેચમાં મંગળવારે ભારતે સાઉથ આફ્રિકાની ટીમને 101 રનથી હાર આપી હતી. જેમાં જોરદાર બેટિંગ કરીને હાર્દિક પંડ્યાએ બોલ્ંગમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પંડયાએ 28 બોલમાં 59 રન અણનમ બનાવ્યા હતા. ઉપરાંત એક મહત્વની વિકેટ પણ લીધી હતી. હાર્દિકને તેના પ્રદર્શનને કારણે ‘પ્લેયર ઑફ ધ મેચ’ આપાયો હતો. એટલું જ નહી T20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા વચ્ચે રિલેશનશીપ
મેચ બાદ હાર્દિકે પોતાની ઈજા ઉપરાંત પોતાની સાથે જોડાયેલા ખાસ લોકો અંગે પણ બોલ્યો હતો.તેનો એક વી઼ડિયો પણ BCCIએ શેર કર્યો હતો.હાર્દિકે કહ્યું હતું કે જ્યારથી તે મારા જીવનમાં આવી છે ત્યારથી વસ્તુઓ સારી થઈ રહી છે. વધુમાં તેણે કહ્યું કે ઘણીવાર જ્યારે ઈજા પહોંચે છે ત્યારે એ તમારો ટેસ્ટ લે છે. એટલું જ નહી માનસિક રીતે ઘણીવાર તમને શંકામાં પણ નાંખે છે. જોકે આ માટે હું મારા પ્રિયજનો (loved ones)નો આભાર માનવા માગું છું.” ત્યારબાદ તરત હાર્દિકે કહ્યું કે “હું મારી પાર્ટનરનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું.
જ્યારથી તે મારી જીંદગીમાં આવી છે ત્યારથી મારા જીવનમાં વસ્તુઓ સારી થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા BCCI અને હાર્દિક પંડ્યાના આ કોલેબરેશન વીડિયો પર તેની પાર્ટનર અને ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ પણ રિએક્શન આપ્યું હતું. જેને લઈને બન્ને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવાની વાત પર મહોર લાગી ગઈ હતી.
BCCIની આ પોસ્ટ પર માહિકા શર્માએ ઈમોજી શેર કરી હતી. તારા જેવો કોઈ કિંગ નથી, એમ પણ તેણે આ વીડિયોના કમેન્ટ બોક્સમાં લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે માહિકા અને હાર્દિક હાલના દિવસોમાં સાથે જોવા મળી રહ્યા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાર્દિકે માહિકા સાથે ઘણા ફોટોઝ શેર કર્યા છે.
24 વર્ષીય માહિકા શર્માનો જન્મ દિલ્હીમાં થયો છે. માહિકા મોડેલ, અભિનેત્રી અને ફિટનેસ ક્રિએટર છે. દિલ્હીમાં અભ્યાસ કરનારી માહિકા અર્થશાસ્ત્ર અને ફાઈનાન્સમાં ગ્રેજ્યુએટ થઈ છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
બીજીતરફ હાર્દિક પંડ્યાનું જસ્મિન વાલીયા સાથે બ્રેકઅપ થઈ ચુક્યું છે. 31 મે 2020ના રોજ મોડેલ નતાશા સ્ટેન્કોવિક સાથે હારિદ્કના લગ્ન થયા હતા. તે જ વર્ષે જુલાઈમાંતેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. લગ્નના ચાર વર્ષ બાદ હાર્દિક અને નતાશાએ ડિવોર્સની જાહેરાત કરી હતી. ત્યારબાદ જસ્મિન વાલીયા સાથે હાર્દિક પંડ્યાનું નામ જોડાયું હતું. જોકે તેમાં પણ હાર્દિકનું જલ્દીથી બ્રેકઅપ થયું હતું.

