Not Set/ 20-20માં ભારતની વિજયી શરૂઆત,વેસ્ટ ઇન્ડિઝને આપ્યો 4 વિકેટે પરાજય

વેસ્ટ ઈન્ડિઝ સાથેની ટી 20ની સીરીઝમાં પહેલી મેચ ભારતે જીતી લીધી છે.અમેરિકામાં ફ્લોરિડા ખાતે રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું હતું.આમ,ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ભારત આગળ છે. લો સ્કોરિંગ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલો દાવ લેતા 20 ઓવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા હતા. 96 રનનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને […]

Top Stories Sports

વેસ્ટ ઈન્ડિઝ સાથેની ટી 20ની સીરીઝમાં પહેલી મેચ ભારતે જીતી લીધી છે.અમેરિકામાં ફ્લોરિડા ખાતે રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું હતું.આમ,ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ભારત આગળ છે.

લો સ્કોરિંગ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલો દાવ લેતા 20 ઓવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા હતા. 96 રનનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી 9 બેટ્સમેનો તો 10 રનની અંદર આઉટ થઈ ગયા હતા.વેસ્ટ ઇન્ડિઝ તરફથી પોલાર્ડએ 49 બોલમાં 49 રન કરીને ટીમને સન્માનજનક સ્થતિમાં પહોંચાડી હતી.એ સિવાય પુરન(20)ને બાદ કરતાં કોઈ ખેલાડી ડબલ આંકડા સુધી પણ પહોંચી નહોતો શક્યો.

ભારતની જીતનો હીરો રહેલા અને પહેલી ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા નવદીપ સૈનીએ 3 વિકેટો લીધી હતી.ભુવનેશ્વર કુમારે 2 વિકેટો લીધી હતી.બીજા બોલરોએ પણ પોતાનું યોગદાન આપતા 1-1 વિકેટો લીધી હતી.

જો કે ભારત માટે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોહિત શર્માએ સર્વાધિક 24 રન કર્યા હતા, જયારે વિરાટ કોહલી અને મનીષ પાંડેએ 19-19 રન કર્યા હતા.

ભારતને આ જીત આસન નહોતી મળી.ઋષભ પંત ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને 0 રન સાથે પેવેલિયનભેગો થયો હતો. તે સિવાય ઓપનર શિખર ધવન પણ કમબેકમેચમાં 1 રન કરીને આઉટ થયો હતો.
કૃણાલ પંડ્યા (12),રવિન્દ્ર જાડેજા(10) અને વોશિંગટન સુંદર(8) કરી ભારતને 4 વિકેટે જીત અપાવી હતી.

વેસ્ટ ઇન્ડિઝ માટે સુનિલ નારાયણ, કીમોપોલ અને શેલ્ડન કોતરેલે  2-2 વિકેટ લીધી હતી.નવદીપ સૈની મેન ઓફ મેચ જાહેર થયો હતો.સિરીઝની બીજી મેચ રવિવારે આ ગ્રાઉન્ડ ઉપર જ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.