Entertainment News/ હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ એની સગાઇ અને પ્રેગનેન્સીના વાયરલ ન્યુઝ પર કરી પોસ્ટ..!

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ એની સગાઈ અને પ્રેગનેન્સીના વાયરલ ન્યુઝ પર પોસ્ટ કરી જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે!…એમના ફેન્સની…

Trending Entertainment

Entertainment News: હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ એની સગાઇ અને પ્રેગનેન્સીના વાયરલ ન્યુઝ પર પોસ્ટ કરીને ચૂપકિદીનો ભંગ કર્યો છે અને વાસ્તવિકતાથી અવગત કરાવતી ઇન્સાગ્રામ પોસ્ટ કરી છે જે આજકાલ વાયરલ થઇ રહી છે!

હાર્દિક પંડ્યા (Cricketer Hardik Pandya)એ નતાશા સાથે છૂટાછેડા લીધાના પૂરા એક વર્ષ બાદ, હાર્દિક પંડ્યા પોતાની જીંદગીમાં આગળ વધી ગયા છે અને એક મૉડેલ સાથે રિલેશનશીપ (Relationship)માં છે જે એક એક્ટ્રેસ (Actress) અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર પણ છે. બંને પોતાના રોમેન્ટિક ફોટા ઉપરાંત પૂજા-અર્ચના કરતા વીડિયો પણ અવારનવાર શૅર કરતા રહે છે. એવું કહેવાય છે કે આ યુગલ જલદીથી પરિણયસૂત્રમાં બંધાઇ જશે! પરંતુ, આ તમામ ચર્ચાની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક-માહિકાએ સગાઈ કરી લીધી છે અને માહિકા ગર્ભવતી (Pregnant) પણ છે!!

હવે આ તમામ સમાચારો અંગે માહિકા શર્મા (Girlfriend Mahika Sharma)એ પોતે જ પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહી છે!

નતાશા સાથે છૂટાછેડા પછી હાર્દિકના જીવનમાં માહિકાનો પ્રવેશ

અહિં યાદ કરાવી દઇએ કે, વર્ષ 2020માં હાર્દિક પંડ્યાએ મૉડેલ કમ અભિનેત્રી નતાશા સ્તાંકોવિક (Model Natasha Stankovic) સાથે લગ્ન કર્યા હતા અને એ લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઇ ગઇ હતી.

આ કારણથી બંનેએ એમના મેરેજ (Marriage)ને સિક્રેટ રાખ્યું હતું અને પાછળથી ધામધૂમથી લગ્ન કર્યા હતા! પરંતુ, આ લગ્ન લાંબા ટકી શક્યા નહિં અને 4 વર્ષ પછી બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઇ અને 2024માં છૂટાછેડા (Divorce) થઇ ગયા! હવે હાર્દિકના જીવનમાં નતાશાની જગ્યા માહિકાએ લીધી છે અને એથી જ કદાચ લોકો નતાશા અને માહિકાની સરખામણી કરી રહ્યાં છે!

અલબત્ત, હાર્દિક પંડ્યાના ચાહકો ક્રિકેટરને અને માહિકાને વધામણી આપી રહ્યાં છે તો કેટલાક, નતાશાને ડાયમંડ અને માહિકાને ગોલ્ડ કહી રહ્યાં છે!

મશહૂર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એમની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા ઘણી વાર પોતાની અંગત જીંદગી વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે. હવે બે તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Instagram Post)માં માહિકાએ એની સગાઈ અને પ્રેગનન્સી (Engagement & Pregnancy)ની ચર્ચાઓ પર એનો જવાબ આપી દીધો છે. એણે એક ગુલાબી રંગનું હાર્ટ બનાવીને લખ્યું છે કે, “હું ઇન્ટરનેટ પર જોઇ રહી છું કે મારી સગાઈનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે, પણ હું જણાવી દઉં કે, હું પ્રતિદિન સરસ જ્વેલરી (Jewelry) પહેરું છું.”

માહિકાનો ટ્રિકી જવાબ

માહિકાએ એ પછી એક ઓર પોસ્ટ કરીને, ગુલાબી રંગની બાળકોવાળી ગાડીમાં બેઠેલી એક યુવતીને દર્શાવતા લખ્યું છે કે, “શું હું પ્રેગનેન્સીના સમાચારો સામે લડવા માટે આ ગાડીમાં આવી જઉં?” માહિકા શર્માની આ બંને પોસ્ટ ધડાધડ વાયરલ (Viral) થઇ રહી છે અને લોકો એની પર કોમેન્ટ પણ કરી રહ્યાં છે. આ પોસ્ટ એવા સમયે જાહેર થઇ છે જ્યારે, માહિકા અને હાર્દિકનો સંબંધ સોશિયલ મીડિયા પર પૂરી રીતે છવાયેલો છે! એવામાં લોકો એવી પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે કે, આ તમામ પોસ્ટ દ્વારા માહિકા સગાઈની ખબરને દુનિયાથી છુપાવવા માગે છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જાણીતા અભિનેતા અસરાનીનું 84 વર્ષની ઉંમરે નિધન, ઘણા દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

આ પણ વાંચો: ધર્મેન્દ્રને પસંદ હતી હેમા માલિની…એટલે જ ‘સીતા ઔર ગીતા’માં કામ કરવા થયા હતા રાજી..!

આ પણ વાંચો:ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુ:ખદ નિધન