Entertainment News/ ધર્મેન્દ્રને પસંદ હતી હેમા માલિની…એટલે જ ‘સીતા ઔર ગીતા’માં કામ કરવા થયા હતા રાજી..!

બૉલીવુડમાં હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રનો પરિવાર એમની નાદુરસ્ત તબિયતને લઇને ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ધર્મેન્દ્રે  ‘સીતા ઔર ગીતા’માં ‘રાકા’નો રોલ…

Trending Entertainment

Entertainment News: ફિલ્મ ‘સીતા ઔર ગીતા’માં નાનો, પણ ‘ઢાંસુ’ રોલ કરીને વાહવાહી મેળવનાર લેજન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) વિશે, ફિલ્મોના મશહૂર ડાયરેક્ટર રમેશ સિપ્પીએ પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે, “નાનો રોલ હોવા છતાં, ધર્મેન્દ્ર કામ કરવા માટે રાજી થયા હતા જેના માટે ઘણી હિમ્મતની જરુર હતી!”

બૉલીવુડમાં હી-મેન (He-man) તરીકે ઓળખાતા ધર્મેન્દ્રનો પરિવાર આજકાલ એમની નાદુરસ્ત તબિયતને લઇને ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એ હોસ્પિટલમાં ભરતી હતા અને રજા આપી દેવાઇ છે પરંતુ, હાલ પણ એમની સારવાર ચાલી રહી છે. એમના ફેન્સ આ લેજન્ડરી એક્ટર (Actor)ના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યાં છે. આ તમામ સંજોગોની મધ્યમાં મશહૂર ડાયરેક્ટર રમેશ સિપ્પી (Director Ramesh Sippi)એ એમના વખાણ કરતા આ વાતનો રહસ્યસ્ફોટ કર્યો છે.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની કમાલ જોડી

બૉલીવુડમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની (Hema Malini)ની જોડીને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ જોડીએ એકસાથે આશરે 45 ફિલ્મોમાં કામ કર્યું હતુ અને જેમાંથી મોટાભાગની સફળ રહી હતી! આ બંને કલાકારોનો પ્રેમ ફિલ્મો કરવા દરમિયાન પાંગર્યો હતો અને અંતે, વાત લગ્ન (Marriage) સુધી પહોંચી હતી. ધર્મેન્દ્ર પરિણીત હોવા છતાં એમણે બીજા લગ્ન કર્યા અને એથી જ થોડી કૌટુંબિક સમસ્યાઓ ઉત્પન્ન થઇ હતી. આ સમસ્યાઓ પણ સમય જતાં થાળે પડી ગઈ હતી. આજે ધર્મેન્દ્ર પોતાની બંને પત્નીઓ અને કુલ છ બાળકોની સાથે એક આદર્શ ‘ફેમિલી મેન’ (Family Man) બનીને જીવે છે.

ધર્મેન્દ્રની પ્રશંસામાં રમેશ સિપ્પીએ શું કહ્યું?

બૉલીવુડ (Bollywood)ના વિખ્યાત ફિલ્મમેકર રમેશ સિપ્પી ફિલ્મ ઈતિહાસમાં અમર બની ગયેલી ક્લાસિક ફિલ્મ ‘શોલે’ (Sholey) બનાવી ચૂક્યા છે અને આ મૂવીમાં ધર્મેન્દ્રે ‘વીરુ’ (Veeru)નો રોલ કર્યો હતો. જો કે, શોલે ફિલ્મ અગાઉ એ બંને ‘સીતા ઔર ગીતા’ (Seeta Aur Geeta)માં કામ કરી ચૂક્યા હતા. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ડાયરેક્ટર રમેશ સિપ્પીએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રે  ‘સીતા ઔર ગીતા’માં ‘રાકા’ (Raka)ની નાનકડી ભૂમિકા હોવા છતાંયે ફિલ્મ કરવા માટે તૈયારી દર્શાવી હતી.

ધર્મેન્દ્રના સ્થાને રાજેશ ખન્ના?

જ્યારે એમને એવો સવાલ કરવામાં આવ્યો કે, “ફિલ્મમાં ધર્મેન્દ્ર સિવાય તમે રાજેશ ખન્ના (Rajesh Khanna)ને કાસ્ટ કરવાનું વિચારેલું?” તો એના જવાબમાં એમણે જણાવ્યું હતું કે, “મેં રાજેશ ખન્નાને કાસ્ટ કરવાનું નહોતું વિચાર્યું કેમ કે, એ વખતે એ સુપરસ્ટાર બની ચૂક્યા હતા. અમને ‘સીતા ઔર ગીતા’માં રોલની ઓફર એમને આપવી યોગ્ય લાગી ન હતી. અમે સંજીવ કુમાર (Sanjeev Kumar)નો અપ્રોચ કર્યો કારણ કે એ જુદી-જુદી જાતના રોલ કરવા માટે પ્રખ્યાત છે.”

એમણે વધુમાં કહ્યું હતું કે, “ધર્મેન્દ્ર સાથે મેં આ અગાઉ ક્યારેય કામ કર્યું ન હતું. પરંતુ, જ્યારે હું એમને મળવા ગયો ત્યારે મેં ખુલીને રોલ વિશે વાત કરી દીધી, એમણે થોડું વિચાર્યું અને પછી હા પાડી દીધી! મને આનંદ એ વાતનો થયો હતો કે, એમણે એક એવી ફિલ્મમાં કામ કરવાની હિમ્મત દર્શાવી જેમાં વાસ્તવમાં એક સ્ત્રી ‘હીરો’ (Hero) હતી! જો કે એ વખતે મને ખબર નહોતી કે, તેઓ હેમા માલિનીને પસંદ કરતા હતા!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જાણીતા અભિનેતા અસરાનીનું 84 વર્ષની ઉંમરે નિધન, ઘણા દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

આ પણ વાંચો:પવિત્ર રિશ્તા સિરિયલમાં વંદુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની ઉંમરે નિધન

આ પણ વાંચો:ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુ:ખદ નિધન