Ahmedabad News/ સાબરમતી જેલમાં ISISના આતંકીને 3 કેદીએ મારમાર્યો:આંખમાં ઈજા પહોંચતા સિવિલ લઈ જવાયો

કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : રોજ ગુજરાત ATSએ ગત 9 નવેમ્બર 2025ના રોજ પકડેલા ISISના 3 આતંકીને કાચા કામના કેદી તરીકે સાબરમતી જેલમાં  રાખવામાં આવ્યા છે. જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે બોલાચાલી થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો. મારઝૂડના આ બનાવને લઈ જેલમાં પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. કઈ બાબતે મારામારી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી છે. જેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પાકિસ્તાનના કેટલાક લોકો સાથે ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના  સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો.

આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જોકે, તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય તે પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી આરોપીઓની તપાસ કરવા આદેશ!

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

આ પણ વાંચો:‘હરિપ્રસાદ હિંદુ નથી, તે રાષ્ટ્રવિરોધી છે; BJP MLAનો મોટો હુમલો