Gandhinagar News/ નરેન્દ્ર મોદી કાલે તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પીએમ કિસાન સન્માન નિધિ યોજના”નો 21મો હપ્તો રિલીઝ કરશે…

PM-KISAN યોજનાના 21 માં હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 18,000 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે…ગુજરાતના ખેડૂતોને…

Gandhinagar Gujarat

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આવતીકાલ, તા. 19 નવેમ્બરના રોજ તામીલનાડુના કોઇમ્બતુર (Coimbatore, Tamil Nadu) ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો 21મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર (Gandhinagar) ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ

21 માં હપ્તા હેઠળ ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ. 986 કરોડથી વધુની સહાય: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાની પણ રહેશે વિશેષ ઉપસ્થિતિ

કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય-મંજૂરી પત્રોનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે

વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે

દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 18,000 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે

આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 21 માં હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતો (Farmers)ને રૂ. 18,000 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે.

રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.

પીએમ-કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને રૂ. 21,086 કરોડથી વધુની સહાય

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તાના માધ્યમથી કુલ 3,91,000કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ 20 હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. 21,086 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એક વર્ષ માટે રાજકોટ જિલ્લા બેંક કોઈપણ વ્યાજ વિના ખેડૂતોને લોન આપશે

આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: ગુજરાત સરકારે લીધેલા કૃષિ રાહત પેકેજ નિર્ણયને ખેડૂત અગ્રણીઓએ આવકાર્યું!