- રાજકોટમાં 19 વર્ષીય યુવતીનું તાવના કારણે મોત
- ફોરમ કાસુન્દ્રા નામની 19 વર્ષિય શિક્ષિકાનું મોત
- ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત
- તાવ આવતા યુવતીને સારવાર માટે ખસેડાઇ હતી
- હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રજા આપવામાં આવી હતી
- ગઈકાલે બપોરે અચાનક ફરી તાવ આવતા હોસ્પિટલ ખસેડાઇ
- હોસ્પિટાલમાં સારવાર દરમિયાન શિક્ષિકાનું નીપજ્યું મોત
- ડેન્ગ્યુથી મોત નીપજ્યું હોવાની શંકાના કારણે રિપોર્ટ કરાયો
રાજકોટમાં 19 વર્ષીય શિક્ષિકાનું તાવના કારણે મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. ફોરમ કાસુન્દ્રા નામની શિક્ષિકાને તાવ આવતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. આ શિક્ષિકા બે દિવસ પહેલા જ હોસ્પિટલમાં સરાવાર લીધા બાદ રજા આપવામાં આવી હતી પરતું ગઇકાલે બપોરે અચાનક તાવ આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું
ઉલ્લેખનીય છે માત્ર 19 વર્ષીય શિક્ષિકાનુું તાવના લીધે મોત થઇ જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી. ફોરમનું તાવથી મોત થતા તેના ડેન્ગ્યુથી મોત નીપજ્યું હોવાની શંકાને આધારે રિપોર્ટ કરાયો છે.
