Not Set/ આંતકી હુમલાની દહેશતને પગલે કચ્છમાં હાઈએલર્ટ, વ્યૂહાત્મ સ્થળો પર ભારે ચેકીંગ..

આંતકી હુમલાની દહેશતને પગલે કચ્છમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કંડલા જીરો પોઇન્ટ પર પોલીસનું સધન ચેકીંગ ચાલી રહ્યું છે. કંડલા બંદર પર તમામ આવતા જતા વાહનોની ચકાસણી કરાઈ છે. સાથે સાથે કચ્છનાં મહત્વપૂર્ણ બસ મથકો પર પ્રવાસીઓના માલ સામાનનું ચેકીંગ પણ સુરક્ષા અજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કચ્છ કે જે વિસ્તારમાં દુર્ગમ ક્રિક વિસ્તાર અને દરિયાકાંઠે […]

Gujarat Others

આંતકી હુમલાની દહેશતને પગલે કચ્છમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કંડલા જીરો પોઇન્ટ પર પોલીસનું સધન ચેકીંગ ચાલી રહ્યું છે. કંડલા બંદર પર તમામ આવતા જતા વાહનોની ચકાસણી કરાઈ છે. સાથે સાથે કચ્છનાં મહત્વપૂર્ણ બસ મથકો પર પ્રવાસીઓના માલ સામાનનું ચેકીંગ પણ સુરક્ષા અજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કચ્છ કે જે વિસ્તારમાં દુર્ગમ ક્રિક વિસ્તાર અને દરિયાકાંઠે મેંગ્રુટનાં દરિયાઇ ઝાડ અને ઝાડીઓ જોવામાં આવે છે તેવા તમામ દરિયાઈ વિસ્તારમાં પણ સુરક્ષા એજન્સી એક્શન મોડમાં જોવામાં આવી રહી છે અને સધન પેટ્રોલિંગ હાથ ધરાય રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે કચ્છનાં ક્રિક વિસ્તારમાંથી છેલ્લા બે દિવસથી ચરસ અને હસીસ જેવા માદક પદાર્થોનો મોટો જથ્થો ઝડપાઇ રહ્યો છે, ત્યારે આંતકીઓ કે દુશ્મનો આ વિસ્તારમાં શક્રિય થયાનાં સગળો પહેલેથી જ જોવામાં આવી રહ્યા છે. આ સમયે આતંકી હુમલાનાં ઇન્ટેલીઝન્સ ઇનપુટને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….