Surat News/ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : સુરતમાં કિશોર દ્વારા બાળક પર ચાકૂથી હુમલો

બાળકનાં માતા-પિતાએ આ મામલે પીડિતા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં (Dindoli Police) ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat Surat

Surat News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. સમગ્ર રાજ્યને આ ઘટનાએ  હચમચાવી દીધું હતું. આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જ્યાં નવાગામમાં માત્ર 15 વર્ષનાં કિશોરે 10 વર્ષનાં બાળક પર ચપ્પુથી હુમલો કર્યો. ઘટનાનાં ત્રીજા દિવસે પિતા પર પણ હુમલો કર્યો હોવાનો આરોપ છે.

જ્યારે માતા દ્વારા હુમલાખોર કિશોરનાં પરિવારને ફરિયાદ કરતા તેણીને પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. અંતે પરિવારે પોલીસ ફરિયાદ કરતા ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતનાં  નવાગામ ડીંડોલીમાં આવેલ સરકારી શાળામાં અભ્યાસ કરતા 10 વર્ષનાં બાળક પર 15 વર્ષના કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ, 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયા નજીક એક કિશોરે કોઈ બાબતે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પીડિત બાળકની માતાએ હુમલાખોરનાં પરિવારને ફરિયાદ કરી હતી.

 બીજા દિવસે હુમલાખોર કિશોરે પીડિતા બાળકની માતાને ધમકી આપી હોવાનો આરોપ છે અને ત્રીજા દિવસે ઘટના સ્થળે CCTV ફૂટેજ ચેક કરવા ગયેલા પીડિતા બાળકનાં પિતા પર પણ 15 વર્ષના કિશોરે હુમલો કર્યો હતો. બાળકનાં માતા-પિતાએ આ મામલે પીડિતા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં (Dindoli Police) ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.  કિશોરવયે આ પ્રકારની માનસિકતા સમાજ માટે ચેતવણી સમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં મોટો વધારો, AMC એસ્ટેટ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી

આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ અને લીઝ ભંગ, AMC-DEO તપાસ શરૂ

આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં બે નિરીક્ષકની નિમણૂક:ઓફલાઈન શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે