Ahmedabad News/ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં મોટો વધારો, AMC એસ્ટેટ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી

Ahmedabad News : અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગે 1 ગંભીર ‘શો કોઝ’ નોટિસ ફટકારી છે. મુખ્યત્વે 2 ગંભીર મુદ્દાઓ આ નોટિસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રથમ, સ્કૂલ દ્વારા કરવામાં આવેલા બાંધકામ માટેની યોગ્ય મંજૂરીનો અભાવ અને બીજું, જે હેતુ માટે […]

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગે 1 ગંભીર ‘શો કોઝ’ નોટિસ ફટકારી છે. મુખ્યત્વે 2 ગંભીર મુદ્દાઓ આ નોટિસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રથમ, સ્કૂલ દ્વારા કરવામાં આવેલા બાંધકામ માટેની યોગ્ય મંજૂરીનો અભાવ અને બીજું, જે હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો તેમાં હેતુ ફેર કરવા બાબત. સ્કૂલ પાસેથી આ અંગે AMC એસ્ટેટ વિભાગ દ્વારા સંતોષકારક ખુલાસો માંગવામાં આવ્યો છે.

AMC એસ્ટેટ વિભાગે સ્કૂલ સત્તાધીશોને આ નોટિસનો જવાબ આપવા માટે એક ચોક્કસ સમયમર્યાદા આપી છે. 21 નવેમ્બર સુધીમાં સેવન્થ ડે સ્કૂલને AMC સમક્ષ આ સમગ્ર મામલે સત્તાવાર અને લેખિતમાં ખુલાસો રજૂ કરવી પડશે. આ સમયમર્યાદા બાદ કોઈપણ પ્રકારનો વિલંબ માન્ય રાખવામાં આવશે નહીં. AMC ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ નોટિસ દ્વારા ભાડા પટ્ટાના કરારની શરતોનું ઉલ્લંઘન થવું હોવાનું જણાઈ આવે છે.

સ્કૂલ માટે AMC ની આ નોટિસ મોટા સંકટરૂપ સાબિત થઇ શકે છે. જો સેવન્થ ડે સ્કૂલ દ્વારા 21 નવેમ્બર સુધીમાં આ શો કોઝ નોટિસનો યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો સ્કૂલ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. AMC દ્વારા જવાબ ન મળવાના કિસ્સામાં સ્કૂલને ફાળવવામાં આવેલા પ્લોટનો ભાડા પટ્ટાનો કરાર શરત ભંગ બદલ રદ કરી દેવામાં આવશે. આ કાર્યવાહી સ્કૂલના સંચાલન અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગંભીર અસર પહોંચાડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના કડીમાં 7 વર્ષની બાળકીનું કબાટમાં પૂરાતાં ગૂંગળામણથી મોત

આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા

આ પણ વાંચો:મહેસાણાના કડીમાં રોડ-રસ્તાની હાલતને લઇ ભાજપ MLA લાલઘૂમ