World News: અમેરિકાએ 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ (Nuclear Test) કર્યું છે અને એવી માહિતી છે કે, અમેરિકા (America)એ ઓગસ્ટમાં વૉરહેડ વિનાના B61-12 ટૅક્ટિકલ થર્મોન્યુક્લિયર બોમ્બનું સફળ પરીક્ષણ કર્યુ છે. અમેરિકી ઊર્જા વિભાગના હવાલામાં આવતી સૅન્ડિયા નેશનલ લેબોરેટ્રીઝ દ્વારા સત્તાવાર બયાનમાં આમ જણાવવામાં આવ્યું છે.
ત્રણ દશકા જેટલા લાંબા સમય બાદ એક મોટું પગલું ભરતાં અમેરીકાએ B61-12 ટૅક્ટિકલ થર્મોન્યુક્લિયર બોમ્બ (B61-12 Tactical Thermonuclear Bomb)નું સફળ પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણની ખાસ વાત એ છે કે, એ વૉરહેડ (Warhead) વિનાના ઇનર્ટ બોમ્બ સાથે કરવામાં આવ્યું હતુ, પરંતુ આમ કરીને અમેરિકાએ દુનિયાને પોતાની ટેકનિકલ ક્ષમતાનો દ્રઢ સંદેશ આપ્યો છે!
અમેરિકી ઊર્જા વિભાગ અંતર્ગત આવતી સૅન્ડિયા નેશનલ લેબોરેટ્રીઝ (Sandia National Laboratories) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, આ પરીક્ષણ 19થી 21 ઓગષ્ટની મધ્યમાં નેવાડા (Nevada) ટેસ્ટ સાઇટ પર કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાધુનિક F-35A સ્ટેલ્થ ફાઇટર જેટ (F-35A Stealth Fighter Jet)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

F-35A ફાઇટર જેટથી પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો
રિપોર્ટ અનુસાર, F-35A દ્વારા પરીક્ષણ દરમિયાન, B61-12 ના ઇનર્ટ વર્ઝનને સુરક્ષિત દિશાનિર્દેશો મુજબ ઉડાવાયું હતું અને નિશ્ચિત લક્ષ્ય પર સચોટ રીતે મારવામાં આવ્યું હતું! આ પરીક્ષણ નેશનલ ન્યૂક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (NNSA) સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું. સૌથી રસપ્રદ બાબત એ હતી કે, પ્રથમ વાર થર્મલ પ્રીકંડિશનિંગ ટૅકનિક (Thermal preconditioning technique)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ છે કે, બોમ્બના જોઇન્ટ ટેસ્ટ એસેમ્બ્લીને ઘણા જ ઉચ્ચ તાપમાનના પરિવર્તનો દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેથી ખબર પડી શકે કે, વાસ્તવિક યુદ્ધ (War)ની કઠિન ઘડીઓમાં આ હથિયાર કેટલું કારગર સાબિત થશે! F-35 સાથે અગાઉ ક્યારેય આવો પ્રયોગ કરવામાં નથી આવ્યો!

B61-12 બોમ્બ શું છે?
B61-12 એ અમેરિકાના જૂના, પણ અત્યંત વિશ્વાસપાત્ર એવા B61 ન્યૂક્લિયર બોમ્બ પરિવારનું સૌથી નવું અને લેટેસ્ટ વર્ઝન છે. B61 શૃખંલા વર્ષ 1968 થી અમેરિકી સેના (American Army)ની સેવામાં છે. આ હવાથી નીચે પાડવામાં આવનારો એક ન્યુક્લિયર ગ્રેવિટી બોમ્બ (Nuclear Gravity Bomb) છે. એને B-2A, F-15E, F-16, PA-200, F-35 અને B-21 જેવા વિમાનો દ્વારા લૉન્ચ કરી શકાય છે. એની લંબાઇ લગભગ 12 ફીટ છે અને વજન આશરે 825 પાઉન્ડ અર્થાત્ 374 કિલોગ્રામ થઆય છે. આ બોમ્બ બે પ્રકારના લક્ષ્યનું ભેદન કરી શકે છે.
1. ગ્રેવિટી મોડ (સીધા જ નીચે પાડવું)
2. ગાઇડેડ મોડ ( નિર્દેશન મુજબ સચોટ હુમલો)
B61-12 ને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે એ જૂની પરમાણુ ટૅકનિકની સરખામણીએ વધારે સુરક્ષિત, વધારે સચોટ,અસરદાર અને સર્વાંગ રીતે વધુ ફ્લેક્સિબલ હોય!

બોમ્બની આયુ 20 વર્ષ વધારવામાં આવી
સૅન્ડિયાના જણાવ્યા અનુસાર, B61-12 ની સર્વિસ લાઇફ એક્શેન્શન પ્રોગ્રામ વર્ષ 2024 ની પૂર્ણાહુતિ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો જેથી આવા તમામ બોમ્બની આયુ 20 વર્ષ સુધી વધી જશે! આ બાબત એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે, એનાથી અમેરિકાને આવનારા વર્ષોમાં પોતાની પરમાણુ ક્ષમતામાં કોઇ પણ જાતના મોટા પરિવર્તનો કર્યા વિના જ યુદ્ધની રણવિષયક મહારથ પ્રાપ્ત થઇ જશે! વર્ષ 2024 માં અમેરિકાએ લડાકૂ વિમાન F-35A (Fighter plane F-35A)ને સત્તાવાર રીતે B61-12 બોમ્બને લઇ જવાની અને હુમલાનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી હતી. આ નિર્ણયથી F-35A એક ડ્યુઅલ-કૅપેબલ વિમાન બની ચૂક્યું છે જે સામાન્ય હથિયારો ઉપરાંત, હવે પરમાણુ હુમલા (Nuclear Attack) પણ કરી શકે છે!!
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની H-1B વિઝા નીતિમાં મોટા ફેરફારો કરવાની તૈયારી
આ પણ વાંચો: અમેરિકાએ ઈરાનને મદદના આરોપે ભારત સહિત 7 દેશો પર લગાવ્યા પ્રતિબંધો
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સરકારી શટડાઉનનો અંત નજીક
