Dwarka News : દ્વારકામાં મંદિરની આસપાસ આજે ડ્રોન ઉડતું દેખાયું હતું. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાતા પોલીસ અને ફરજ પરના જવાનો એકશનમાં આવ્યા હતાં. દુશ્મન દેશો દ્વારા ડ્રોનથી જાસૂસી કરાતી હોવાની આશંકાએ પોલીસ એકશનમાં આવતા તત્કાળ વધુ ફોર્સ તૈનાત કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, દ્વારકામાં આજે વહેલી સવારે દ્વારકાધીશ જગત મંદિર શિખર પર ડ્રોન ઉડતું દેખાયું. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન દેખાતા ફરજ પર હાજર પોલીસે સક્રિય થયા હતા. પોલીસ એકશનમાં આવતા ડ્રોન ઉડાડનાર વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધો છે. દ્વારકા મંદિર ઉપર ડ્રોન ઉડાડવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરતાં ડ્રોન ઉડાડનાર મુંબઈના શખ્સની અટકાયત કરી. આ શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે યુટ્યૂબર છે અને મુંબઈનો રહેવાસી છે. આ શખ્સ પોતાની યુટયૂબ ચેનલ માટે વિવિધ સ્થાનોનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને તેના વીડિયો બનાવે છે. મુંબઈના યુટયૂબરે કબૂલાત કરી કે તે યુઝર્સને નવું મનોરંજન પૂરું પાડવા આ પ્રકારના વીડિયો શૂટ કરી પોતાની ચેનલમાં મૂકે છે. જો કે આ યુટયુબરે ડ્રોન કેમેરા દ્વારા ગેરકાયદેસર રીતે મંદિર પર શૂટ કરવામાં આવતું હતું. આ મામલે દ્વારકા પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે.
દ્વારકા જગત મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે આવેલ પૌરાણિક દ્વારકા મંદિરમાં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે. મંદિર દરિયા કિનારે આવ્યું હોવાથી સરકાર દ્વારા સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને દરિયા કિનારાની સરહદો પરથી આતંકવાદીઓની ઘૂસણખોરી તેમજ ડ્રગ્સ ઘૂસાડવાના કાવતરા રચાતા હોય છે. આથી દરિયા કિનારે આવેલ દ્વારકા મંદિરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. મુંબઈના યુટ્યુબર દ્વારા જગત મંદિર દ્વારકાના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવાને લઈને પોલીસ વધુ ગંભીરતાથઈ લઈ રહી છે. પોલીસે આ મામલે મુંબઈના યુટ્યુબરની ધરપકડ કરીને તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી 1000 નમો ડ્રોન દીદીઓને ડ્રોન આપશે, દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન
આ પણ વાંચો: દ્વારકા પછી કચ્છના દરિયા કિનારેથી મળ્યું ચરસ
