Ahmedabad News/ સેવન્થ ડે સ્કૂલમાં બે નિરીક્ષકની નિમણૂક:ઓફલાઈન શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે

લી સમિતિએ આપેલ રિપોર્ટમાં સુરક્ષાને લઈ પગલાં ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે

Gujarat Ahmedabad

Ahmedabad News : સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શિક્ષણ વિભાગની સૂચનાથી બે નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. ફાલ્ગુનીબેન પટેલ અને મયંક ત્રિવેદીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વર્ગ 2ના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખવા માટે બે અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શાળા શરૂ બાદ શૈક્ષણિક કાર્ય કંઈ રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને બાળકોની સુરક્ષાની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેના પર નિરીક્ષક નજર રાખશે. તો બીજી તરફ વાલી સમિતિએ આપેલ રિપોર્ટમાં સુરક્ષાને લઈ પગલાં ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિધાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી. જે બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિક્યુરિટી અને બાળકોની સુરક્ષાને લઈને તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન સિક્યુરિટીની ત્રુટિ સામે આવી હતી. જે બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વાલીઓની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીને શાળામાં બાળકોની સુરક્ષા કેવા પ્રકારની જળવાય છે તેને લઈને એક રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. જે બાદ વાલીઓની કમિટીએ શાળામાં જઈને તપાસ કર્યા બાદ રિપોર્ટ જિલ્લાશિક્ષણ અધિકારીને રજૂ કર્યો હતો.

વાલીઓની કમિટી આપેલા રિપોર્ટમાં શાળાએ DEO એ આપેલી સૂચના પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા ના ગોઠવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાળાની લોબીમાં અને મેદાનમાં હજુ પણ શાળાએ CCTV કેમેરા ના લગાવ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદ શહેર DEO દ્વારા શાળાના સંચાલકોને બાળકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચના આપવામાં આવી છે. કોલેજ અને શાળાની ગેટ અલગ રાખવા માટેની સૂચના અપાઈ છતાં શાળા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

અમદાવાદ શહેર DEO ની સૂચના બાદ શાળા દ્વારા બાળકોની સુરક્ષા માટેની યોગ્ય વ્યવસ્થા ના કરાઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી શાળા શરૂ કરવાની સૂચના મળે ત્યાર બાદ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને અને બાળકોની સુરક્ષાનું શાળા ધ્યાન આપે તે માટે નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બે અધિકારી શાળા પર ઉપસ્થિત રહેશે અને તમામ ગતિવિધિ પર નજર રાખશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકીય/અમે ડૂબકી મારીને ભાજપમાંથી બહાર નીકળ્યા છીએ : રેશ્મા પટેલની હાર્દિકને વિનંતી

આ પણ વાંચો: અબ તેરા ક્યા હોગા હાર્દિક ?/ભૂતકાળમાં જે કોંગ્રેસનો તાજ પહેરી ટિકિટ વેચતા હતા, આજે તે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાઇનમાં ઉભા છેઃ રેશ્મા પટેલ

આ પણ વાંચો: NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું કહ્યું….