સુરત.
22 જુલાઈ 2018.
સુરતમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં કાકરાપાર ડેમમાં પણ પાણી ભરાયા હતા. કાકરાપાર ડેમમાં પાણી ભરવાના કારણે ડેમ ઓવરફ્લો થઇ છલકાઈ ગયો હતો. આપણે જણાવી દઈએ કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઇ ડેમ ઓવરફ્લો થયું હતું.
ડેમ ઓવરફલો થતા રમણીય દ્રશ્યો સર્જાયો હતો. કાકરાપાર ડેમ ઉપરથી વહેતા પાણીને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો તે રમણીય દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતાં. કાકરાપાર ડેમની ક્ષમતા 160 ફૂટ છે.
હાલમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે ડેમની સપાટી 167.10 ફૂટ જેટલી થઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે સતત વહી રહેલા પાણીને કારણે હજુ પણ ડેમની સપાટી વધવાની શકયતા છે. હાલ ડેમનો આઉટફ્લો 4400 ક્યુસેક છે.
