Mehsana News/ “ભાજપ પોતાની શકુનિ નીતિ છોડતી નથી”: પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના ગંભીર આક્ષેપ, BJPનો વળતો પ્રહાર

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે (Chandanji Thakor) ભાજપ પર “શકુનિ નીતિ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે. પાટણ ભાજપ પ્રમુખે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો.

Top Stories Gujarat Others Breaking News
Chandanji Thakorએ BJP પર કર્યા ગંભીર આરોપ

Mehsana News: પાટણ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે (Chandanji Thakor) ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કરતા “શકુનિ નીતિ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના આ નિવેદન બાદ ભાજપ તરફથી પણ તીખો જવાબ આપવામાં આવ્યો છે.

Chandanji Thakor Vs BJP

ચંદનજી ઠાકોરે (Chandanji Thakor) મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ પાસે પહેલેથી જ બહુમતી સત્તા છે, છતાં કોંગ્રેસના જનાદેશને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના ડેલિગેટ્સ અને તેમના પરિવારજનો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.

ચંદનજી ઠાકોરે (Chandanji Thakor) દાવો કર્યો કે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં રાજકીય દબાણ સર્જવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં કોંગ્રેસ (Congress) પોતાનો પ્રમુખ બનાવશે.બીજી તરફ રમેશભાઈ સિધવ (Rameshbhai Sidhav)એ કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે અને “ભાગલા પાડો અને રાજ કરો” જેવી નીતિ કોંગ્રેસની સંસ્કૃતિનો ભાગ રહી છે.

ભાજપ જિલ્લા પ્રમુખે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોને જોડવાનું કામ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પાસે આક્ષેપો સિવાય કોઈ મુદ્દો નથી. તેમણે ચંદનજી ઠાકોરના નિવેદનને રાજકીય સ્ટન્ટ ગણાવી વખોડી કાઢ્યું. આ નિવેદનો બાદ પાટણ જિલ્લાની રાજનીતિમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય આરોપ-પ્રત્યારોપ વધુ તેજ બન્યા છે.


આ પણ વાંચો:કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન મામલે કર્યો આ ખુલાસો,જાણો

આ પણ વાંચો:કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરના વિવાદિત આપેલા નિવેદન મામલે ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

આ પણ વાંચો:ઠાકોર સમાજમાં શાંત થવાનું નામ લેતો નથી DJનો ડખોઃ હવે ભુવાનો ગેનીબેનને બડકાર