Valsad News/ ભુવાની મેલી વિદ્યામાં યુવતીને અપાયા ડામ, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી પલસાણા

આ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા મંતવ્ય ન્યૂઝની ટીમ પારડીના પલસાણા ગામે પહોંચી હતી.

Top Stories Gujarat

Valsad News: વલસાડ (Valsad)ના પારડી (Pardi)ના પલસાણા (Palsana)માં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ઢોંગી ભુવાએ મેલી વિદ્યા દ્વારા ડામ આપતા 22 વર્ષની આશાસ્પદ યુવતીનો જીવ લીધો હતો. આ મામલે મંતવ્ય ન્યૂઝ (Mantavya News)ની ટીમ પલસાણા પહોંચી યુવતીનાં પરિવાર સાથે મુલાકાત કરી હતી, હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરાઈ છે.

વલસાડ (Valsad) જીલ્લાના પારડી (Pardi) તાલુકામાં પલસાણામાં વધુ એક ઢોંગી ભુવાના ધતિંગે યુવતીનો જીવ લીધો હોવાનું સામે આવતાં પરિવાર સહિત ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ભુવાની મેલી વિદ્યામાં એક આશાસ્પદ યુવતીને ડામ અપાયા હતા. જીવલેણ ડામ અપાતા આશાસ્પદ યુવતીનું મોત થયું છે. અંતિમ વિધિ માટે મૃતદેહ લઈ જતા મામલો સામે આવ્યો છે.  યુવતીના શરીર પર ડામના નિશાન દેખાતા વિવાદ થયો હતો, આ મામલ ગામ લોકોએ પૂછપરછ કરી પરંતુ પરિવારજનો કંઈ કહેવા તૈયાર નથી થયા. જોકે, આ ઘટનાની  જાણ પોલીસને થતાં  તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ગ્રામજનો દ્વારા તાત્કાલિક ભૂવાને ઝડપી સજા આપવા માગ કરાઈ છે.

આ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા મંતવ્ય ન્યૂઝની ટીમ પારડીના પલસાણા ગામે પહોંચી હતી. યુવતીના પરિવાર સાથે મંતવ્યની ટીમે મુલાકાત કરી છે. સમગ્ર મામલે યુવતીના માતા-પિતા શબ્દ સુદ્ધાં બોલવા તૈયાર નથી. એવી માહિતી મળી છે કે યુવતીને વળગાડ હોવાનો વહેમ રાખી ડામ અપાયા હતા. ભુવા ભગત કુવાની મેલીવિદ્યામાં યુવતીને જીવલેણ ડામ અપાયા હતા, ગામલોકોએ મૃતદેહ પર ડામના નિશાન જોતા મામલાનો પર્દાફાશ થયો છે. હાલ સમગ્ર મામલે પલસાણા પોલીસની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પંચમહાલ (Panchmahal)માં આરોપીને મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, તે પરિણીત (Married) હતો, તેથી તે સાથે રહેવા માંગતો ન હતો. પરંતુ, મહિલા વારંવાર તેના પતિને છોડીને આરોપી સાથે રહેવાનો પ્રયાસ કરી રહી હતી. આનાથી કંટાળીને, આરોપી ભુવાએ તેણીને રાત્રે મળવાના બહાને બોલાવી અને તેનું ગળું દબાવીને હત્યા (Murder) કરી દીધી. આરોપી વ્યવસાયે ભુવો હતો અને ધાર્મિક વિધિઓ માટે નાળિયેર અને ફૂલોના માળા જેવી વસ્તુઓ પોતાની સાથે રાખતો હતો. જોકે, તપાસમાં એવું બહાર આવ્યું નથી કે કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને હત્યા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડી

આ પણ વાંચો:લગ્નજીવન બચાવવા ભૂવાના આશરે જવું પરીણિતાને મોંઘું પડ્યું

આ પણ વાંચો:વિધિનાં નામે તાંત્રીકે મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, બ્લેકમેઇલ કરતા મહિલાએ કર્યો આપધાતનો પ્રયાસ