Ahmedabad/ વિધિનાં નામે તાંત્રીકે મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, બ્લેકમેઇલ કરતા મહિલાએ કર્યો આપધાતનો પ્રયાસ

હાલમાં જ વડોદરમાં તાંત્રીકનાં ચક્કરમાં દેવામાં ડુબેલા પરિવારે સામુહિક આપધાતનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

હાલમાં જ વડોદરમાં તાંત્રીકનાં ચક્કરમાં દેવામાં ડુબેલા પરિવારે સામુહિક આપધાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અમદાવાદમાં તાંત્રીક ભૂવાએ વિધિના નામે મહિલાની સાથે દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Gujarat: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 12 જેટલા આસામીઓની મિલ્કતો કરી સીલ

અમદાવાદનાં જુના વાડજમાં રહેતી અને નારણપુરામાં આવેલા ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય સોનલ (નામ બદલ્યું છે) નાં લગ્ન જીગ્નેશ નામનાં યુવક સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. સોનલ અને જીગ્નેશનાં લગ્ન બાદ તેમની વચ્ચે નાની-નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. આ વિવાદ વધતા સોનલ પતિથી રિસાઈને પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ નેહાને કહ્યું કે, “આપણમાં પરિવારમાં એક ભૂવો છે તેની પાસે તારા ઘર સંસાર અને તમારા પતિ –પત્નિ વચ્ચે રહેલા અણબનાવ દૂર કરવાની વિધિ કરાવાની વાત કરીયે. તો તમારે પતિ-પત્નિને સંબંધો સારા થઈ જશે.

Ahmedabad: સરખેજથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, હરિયાણાનાં યુવકની કરાઇ ધરપકડ

જેથી સોનલ એક દિવસ ભુદરપુરા ખાતે આનંદ વાધેલા નામનાં ભૂવાને મળવા ગઈ હતી. ત્યાં તે ભૂવાએ વિધિ કરવાનું કહ્યું અને યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. આ બાદ આનંદ યુવતી સાથે ફોન પર મીઠી-મીઠી વાતો કરવા લાગ્યો અને ધીમે ધીમે તેને પોતાની વાતમાં ફસાવી લીધી. આ દરમિયાન સોનલને લઈને આનંદ અલગ અલગ હોટલોમાં લઈ ગયો અને તેને વિધિનાં બહાને કપડા ઉતરાવ્યા અને તેના અંગત ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો. અને 10 થી 12 વાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે યુવતી તેની સાથે સંબંધ બાંધવાની ના પાડતી તો આનંદ વાઘેલા યુવતીનાં પરિવારને જાનથી મારી નાખવાની તેમજ યુવતીનાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો.

Covid-19: અમદાવાદીઓ ચેતી જજો! કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત ઉછાળો

4 મહિના પહેલા આ આનંદ વાઘેલા નામનાં ભૂવાને યુવતીનાં ભાઈ સાથે ઝધડો થતા પોલીસ ફરિયાદ કરાઈ હતી, જેમા જામીન પર છુટ્યા બાદ પણ તેની માનસિક સ્થીતી બદલાઈ ન હોતી. ભૂવાએ અગાઉ યુવતી સાથે મીઠીમીઠી વાતો કરીને અઢી લાખ રૂપિયા લઈ લીધા હતા. અને યુવતીનાં નગ્ન ફોટા વાયરલ કરવાની તેમજ યુવતી અને તેનાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી કંટાળીને યુવતીએ હોસ્પિટલમાં નોકરીએ જઈને જોલફેસ નામની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો. વાડજ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ